1. Home
  2. revoinews
  3. ‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ
‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ

‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ

0
Social Share

સાહીન મુલતાની-

સામગ્રી

  • 2 કપ – મેંદો
  • 1 કપ – કોર્ન ફ્લોર
  • 3 નંગ – બાફેલા બટાકા ( તદ્દન કરોના કરીને ક્રશ કરી લેવા)
  • 2 કપ – બાફેલા નૂડલ્સ (બાફીને ઠંડા પાણીથી ઘોઈને કોરા કરેલા)
  • 2 કપ – કોબી (જીણું ખુરચેલું)
  • 1 કપ – ગાજર ( જીણું ખુરચેલું)
  • અડઘો કપ – શિમલા મરચા જીણા સમારેલા
  • 3 ચમમી – લીલા તીખા મરચા જીણા કતરેલા
  • 2 ચમચી – આદુ જીણું કતરેલું
  • 2 ચમચી – લસણ જીણું કતરેલું
  • 2 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
  • 1 ચમચી – સોયા સોસ
  • 2 ચમચી – ગ્રીન ચીલી સોસ
  • 2 ચમચી – રેડ ચીલી સોસ
  • અડધી ચમચી – આજીનો મોટો ( ઓપ્શનલ છે)
  • અડધી ચમચી – મરી પાવડર
  • અડધી ચમચી – આખું જીરું
  • જરુર પ્રમાણે – રેડ ચાઈનિઝ કલર
  • મીઠૂં – સ્વાદ પ્રમાણે
  • તેલ – તળવા માટે

ચાઈનિઝ પકોડા બનાવવાની રીત  – સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ક્રશ કરેલા બટાકા અને બાફેલા નૂડલ્સને બરાબર હાથ વડે નૂડલ્સ તુટીને કટકા થઈ જાય તે રીતે ભેળવી દો. હેવ તેમાં મેંદો, કોર્ન ફ્લોર, કોબીજ , ગાજર, શિમલા મરચા , લીલા તીખા મરચા, આદુ, લસણ,લીલા ઘાણા,  સોયાસોસ , ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ , આજીનો મોટો , મરી પાવડર, જીરુ, રેડ ચાઈનિઝ કલર અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને હાથ વડે બરાબર આ મિશ્રણમાં એકબીજામાં શાકભાજી ભળી જાય તે રીતે તૈયાર કરીલો,ધ્યાન રાખજો કોબીજ અને ગાજરમાંમ પાણી હોવાથી તે જ પાણીમાં આ મિશ્રણ ભળી જશે,તેથી વધારાનું પાણી નાખવું નહી.

હવે જો આ મિશ્રણના વડા તૈયાર થાય તે રીતે હોય તો વાંધો નહી અને થોડૂ નરમ જણાય તો તેમાં મેંદો અને કોર્નફ્લોર જરુર પ્રમાણે એડ કરી શકો છો, હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો, એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેલ બરાબર ગરમ થાય એટલે નાના-નાના બોલ ઘીમા તાપ પર તળી લો જેથી અંદરથી બોલ કાચા ન રહે. અને ધ્યાન રાખવું એક વાર તેલમાં બોલ નાખ્યા બાદ થોડી વાર પછી જ તેને ચમચા વડે ફેરવવા .નહી તો તરફ ફેરવશો તો બોલ ચોટી જશે અથવા છૂટા પડવાની શક્યતાઓ છે.

હવે આ પકોડાને તમે સોસ વગર ખાઈ શકો છો,તદ્દન મન્યુરિયન ખાતા હોવ તેવો જ ટેસ્ટ આવશે .

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code