સરકારે નીતિ પંચના સીઈઓ અમિતાભ કાંતનો કાર્યકાળ બે વર્ષ માટે લંબાવ્યો

કેબિનેટની નિયુક્તિ સમિતિ દ્વારા નીતિ પંચના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે અમિતાભ કાંતનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. અમિતાભ કાંતના કાર્યકાળને 30 જૂન-2019થી 30 જૂન – 2021 સુધીના બે વર્ષના સમયગાળા માટે સેવાવિસ્તાર આપવામાં આવ્યો છે.

આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકારની પોલિસી થિંક ટેન્ક નીતિ પંચની પુનર્રચનાને મંજૂરી આપ્યા બાદ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અમિતાભ કાંત 1980ની બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી છે. તેમને 17 ફેબ્રુઆરી, 2016ના રોજ બે વર્ષના કાર્યકાળ માટે સરકાર દ્વારા નીતિ પંચના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular