કેજીએફ ચેપ્ટર 2 :ફરીથી સંજય દત્ત બનશે વિલન આ દિવસે લુક રિલીઝ થશે

  • ફિલ્મમાં ‘ખલનાયક’ એટલે કે સંજય દત્ત વિલનના પાત્રમાં જોવા મળશે
  • 29 જુલાઈએ સંજય દત્તનું કેરેક્ટર પોસ્ટર રિલીઝ કરવામાં આવશે
  • પ્રેક્ષકો કેજીએફ -2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

 

અમદાવાદ: વર્ષ 2018 માં કેજીએફ ચેપ્ટર 1ના સારા પ્રદર્શન પછી ડાયરેકટર પ્રશાંત નીલ તેની સિક્વલ લઈને આવી રહ્યા છે. આમ, તો ડાયરેકટર લાંબા સમયથી સિક્વલ -2 પર કામ કરી રહ્યો છે અને પ્રેક્ષકો કેજીએફ -2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં બોલિવૂડના ‘ખલનાયક’ એટલે કે સંજય દત્ત વિલનના પાત્ર તરીકે જોવા મળશે અને આ પાત્રનું નામ અધીરા છે. સંજય દત્તનો અધીરા વાળો લુક જોવા માટે લોકો રાહ જોઇ રહ્યા છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે.

કેજીએફ -2 ના ડાયરેકટર એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે બુધવાર એટલે કે 29 જુલાઈએ સંજય દત્તનું કેરેક્ટર પોસ્ટર રિલીઝ કરવામાં આવશે, જેમાં સંજય દત્તનો અધીરા લુક જોવા મળશે. સંજય દત્ત પણ ઘણા સમયથી સિક્વલ પર કામ કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે સંજય દત્તની કારકિર્દીને નવી ઉડાન મળી શકે છે. વિલનના પાત્ર માટે ફેમસ સંજય દત્તનો 29 જુલાઇના રોજ જન્મદિવસ છે, એવામાં તેના જન્મદિવસ પર ફિલ્મનું પોસ્ટર જારી કરવામાં આવી રહ્યું છે.

પહેલા પાર્ટમાં યશ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યો હતો, જેણે રોકી ભાઈનો રોલ કર્યો હતો. હવે લોકો ફરીથી રોકી ભાઈની રાહ જોઇ રહ્યા છે અને ઇન્ટરનેટ પર એવો ક્રેઝ આવી ગયો છે કે લોકોએ કેજીએફ -2નું અનેક બનાવટી ટ્રેલર પણ જારી કરી દીધું છે. યશના અત્યંત પ્રભાવશાળી પ્રદર્શનને કારણે કેજીએફ: ચેપ્ટર 1 એ હિન્દી, તમિલ અને કન્નડ ચેનલો પર તેના સેટેલાઇટ પ્રીમિયર દરમિયાન એક મોટી સફળતા મળી હતી.

કેજીએફ : ચેપ્ટર 2માં યશની મુખ્ય ભૂમિકા સાથે સંજય દત વિલન તરીકે જોવા મળશે. ફિલ્મના રિલીઝ થવાની સત્તાવાર માહિતી હજુ બાકી છે. બુધવારે જાણવા મળશે કે ફિલ્મમાં સંજય દત્તનો લુક કેવો હશે અને ફિલ્મની રિલીઝ પર કોઈ માહિતી જાહેર કરી શકાશે.

_Devanshi

RELATED ARTICLES

Most Popular