Homerevoinewsઅમરાહોની યૂવતીનો પ્રેમલગ્નને લઈને વાયરલ વિડિયોઃમને મારા પરિવારથી બચાવો

અમરાહોની યૂવતીનો પ્રેમલગ્નને લઈને વાયરલ વિડિયોઃમને મારા પરિવારથી બચાવો

અમરાહોની અનામિકાને પરિવારથી ડર

6 દિવસ પહેલા ઘરેથી ભાગીને કર્યા છે લગ્ન

આર્યસમાજમાં લગ્ન કર્યા હોવાનો દાવો

અનામિકા બીએસસીની સ્ટૂડન્ટ છે

અન્ય કાસ્ટના મદન નામક યૂવક જોડે પ્રેમ લગ્ન કર્યા છે

પહેલા ઉત્તર પ્રદેશના બરેલીના સાંસદની પુત્રી સાક્ષી, પછી ભોપાલમાં મુરારાબાદની એક યુવતી દિક્ષા અને હવે ફરી અમરોહાની યૂવતી અનામિકા , અમરાહોની એક યુવતીએ એક વિડિયો વાયરલ કર્યો છે આ યુવતીએ ઈન્ટર કાસ્ટ મેરેજ કરીને એક વિડિયો બનાવ્યો છે જેમાં તેણે તાના જીવને પરિવારથી જોખમ છે તેમ જણાવ્યું છે તો સાથે સાથે પોતાની સાસરી પક્ષમાં કોઈ પણ ઘટના ઘટે તેનો આરોપ પણ પોતાના પરીવાર પર લગાવ્યો છે સાથે પોલીસ સુરક્ષાની માંગણી પણ કરી છે આ વિડિયામાં યૂવતીનું નામ અનામિકા બતાવામાં આવ્યું છે જ્યારે તેના પિતાનું નામ વિજેન્દ્ર ગીરી બતાવામાં વ્યું છે.અને તેણે મદન નામના યૂવાન સાથે 6 દિવસ પહેલા ઘરેથી ભાગીને આર્ય સમાજમાં લગ્ન કર્યા છે.

મળતી માહિતી અનુસાર અમરોહા જીલ્લાના હસનપુર થાના વિસ્તારની રુખાલું ગામમી રહેવાસી 21 વર્ષની અનામિકા 6 દિવસ પહેલા ગાયબ થવા બાદ આજે અચાનક સોશિયલ મીડિયામાં જોવા મળી છે,અનામિકાએ સોશિયલ મીડિયામાં એક વિડિયો અપલોડ કર્યો છે ,આ વિડિયોમાં બીએસસીની સ્ટૂડન્ટ અનામિકાએ પોતે એક મદન નામના યૂવક સાથે આર્યસમાજમાં લગ્ન કરી લીધા છે તેમ જણાવ્યું છે ઉપરાંત પોલીસ સુરક્ષાની માંગણી પણ કરી છે અને કહ્યું છે કે મને મારા પરિવારથી ખતરો છે અને મદનના પરિવાર પર જો કોઈ પણ ઘટના બને કે જાનલેવા પુંમલો થાય તો તેના જવાબદાર મારા પરિવાર વાળા હશે તેમ જણાવ્યું છે.

ત્યારે આ પહેલા પણ અલ્હાબાદની એક યૂવતીએ આ પ્રકારનો વિડિયો વાયરલ કરીને પોતાના લગ્નની વાત જાહેર કરી હતી તો બીજી બાજુ બરેલીની સાક્ષીએ પણ આજ પ્રકારથી પોલીસ મદદ માંગીને પોતોના પરિવારથી તેને ખતરો છે તેમ જણાવ્યું હતુ .હજુ આ બે ઘટના તાજી જ છે ત્યાતો આ ત્રીજી ઘટના સામે આવી છે જેમાં અનામિકા નામની યૂવતીએ પોલીસ સુરક્ષા માંગી છે અને પરિવાર જનોથી તેને ખતરો છે તેમ જણાવ્યું છે તો હવે આ મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments