ભાટપાડા: પશ્ચિમ બંગાળમાં હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. હવે ઉત્તર 2 પરગણા જિલ્લાના ભાટપાડામાં ફરી એકવાર બે વિરોધી પક્ષો વચ્ચે ઘર્ષણ થયું છે અને તેને કારણે અહીં કલમ-144 લાગુ કરવામાં આવી છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો છે.
ભાજપના એક કેન્દ્રીય પ્રતિનિધિમંડળે વિસ્તારની આ મુલાકાત લીધી હતી અને તેના થોડાક સમયગાળામાં ઘર્ષણ થયું હતું. અહીંથી ભાજપના પ્રતિનિધિમંડળના રવાના થયા બાદ બંને જૂથો એક ભાજપ સમર્થક અને બીજું ટીએમસીનું જૂથ- એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. બંને તરફથી દેશી બોમ્બ અને પથ્થરમારો થયો હતો.
આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગુરુવારે અહીં થયેલા ઘર્ષણમાં બે લોકોના મોત નીપજ્યા હતા.