1. Home
  2. revoinews
  3. ‘ડાંસ દિવાને 3’ ના જજ ઘર્મેશ પણ કરોના પોઝિટિવ – આ પહેલા 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા હતા
‘ડાંસ દિવાને 3’ ના જજ ઘર્મેશ પણ કરોના પોઝિટિવ – આ પહેલા 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા હતા

‘ડાંસ દિવાને 3’ ના જજ ઘર્મેશ પણ કરોના પોઝિટિવ – આ પહેલા 18 ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા હતા

0
Social Share
  • મનોરંજનની દૂનિયામાં કોરોનાનો પગપેસારો
  • ડાંસ દિવાનેના જજ ઘર્મેશ કોરોનાગ્રસ્ત

મુંબઈ – સોની ટીવીના ખૂબજ જાણીતા  રિયાલિટી શો ડાન્સ દીવાના 3 ના જજ ધર્મેશ યેલાંદે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિતેલા દિવસોમાં આજ શોના 18 ક્રૂ સભ્યો પણ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે બાદ આ શોના અનેક લોકોના કોરોનાના પરિક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં ધર્મેશ યેલેંદ અને નિર્માતા અરવિંદ રાવનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે જ સમયે, માધુરી દીક્ષિત અને રાઘવ જુયાલવે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કોરોનાના કહેર વચ્ચે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાન્સ દિવાના જજ ધર્મેશ આવનારા એપિસોડમાં જોવા મળશે નહી,જો કે તે હાજર ન રહેવાનું કારણ જણાવવાયું નથી. જોકે મીડિયા અહેવાલોનો દાવો છે કે, અરવિંદ રાવે તેમનો અને ધર્મેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધર્મેશને કોરોનું સંક્રમણ લાગ્યા બાદ હવે તે શોમાં કોરિયોગ્રાફરની જગ્યા પુનિત પાઠક લેશે. ધર્મેશ ગોવામાં હતો જ્યારે તેમને હળવા લક્ષણો જોવા મળ્યા હતાં. જે બાદ તેનું કોરોનાનું પરિક્ષણ કરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસોની મનોરંજન જગત પર પણ  મોટે ભાગે અસર પડી રહી છે. ગયા વર્ષે ટીવી શો અને ફિલ્મ્સનું શૂટિંગ ઘણા મહિનાઓ સુધી બંધ કરાયું હતું, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે આ વર્ષે ફરી એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code