ઉત્તરાખંડના ટિહરીમાં સ્કુલબસ ખીણમાં ખાબકતા 9 બાળકોના મોત

સ્કુલના બાળકોની બસ ખીણમાં ખાબકી

9 બોળકો મોતને ભેટ્યા

18 બાળકો આ બસમાં સવાર હતા

અન્ય બાળકો ગંબીર રીતે ઘાયલ

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં એક સ્કુલની બસ ખીણમાં પડી હતી ,મંગળવારની આ ઘટનામાં 9 બાળકોએ જીવ ગુમાવ્યા હતા, સ્કુલની  મીની બસમાં કુલ 18 બાળકો હતા જેમાં કેટલાક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરુ કર્યુ હતુ.

આ ઘટનામાં ઘાયલ થયેલા બાળકોને સારવાર માટે ખસેડાયા હતા , ઘટના ટિહરી ગઢંવાલના બલગાંવના કનસાલી વિસ્તારમાં બની હતી,બાળકો મીની બસમાં સવાર હતા તે દરમિયાન બસ ખીણમાં ખાબકી હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ઘરી છે.

આ ઘટના બનતા બચાવ કામગરી તાત્કાલીકના ઘોરણે કરવામાં આવી હતી જેમાં ખીણમાં પડેલા બાળકોને બહાર નીકાળવામાં આવ્યા હતા તે ઉપરાંત બાળકોના મૃતદેહને પણ બહાર કઢાયા હતા.જ્યારે ઘાયલ થેયેલા બાળકોને એમ્બ્યુલંસ  મારફતે તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.કેટલાક બાળકોને હાથ પગમાં ગંભીર ઈજાઓ થઈ છે, ત્યારે મૃતક બાળકોની ઓળખાણ હજુ સુધી થઈ શકી નથી,બસ ખીણમાં કયા કારણોસર ખાબકી તેનું કારણ પણ બહાર આવ્યું નથી ,પોલીસ  બનાવને લઈને તપાસ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular