ભૂત પોલીસ ફિલ્મમાં યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે

  • હવે આ ફિલ્મ સાથે આવી એક નવી અપડેટ
  • પવન કૃપલાણીની ફિલ્મમાં સેફ અને અર્જુન ચમકશે
  • ફિલ્મમાં યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે

મુંબઈ: બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને અર્જુન કપૂર તેમની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત પોલીસ’માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. બંને એક્ટર પહેલીવાર એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે.

હવે આ ફિલ્મ સાથે એક નવી અપડેટ આવી છે અને તે છે કે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની સાથે સાથે ફિલ્મમાં યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિઝ પણ જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મને પવન કૃપલાણી ડાયરેકટ કરી રહ્યા છે અને રમેશ તૌરાણી અને અક્ષય પુરી પ્રોડ્યુસ કરી રહ્યા છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ સોશિયલ મીડિયા પર શેર કર્યું, જેક્લીન ફર્નાન્ડિઝ અને યામી ગૌતમએ હોરર-કોમેડી ફિલ્મ ભૂત પોલીસની કાસ્ટમાં જોડાયા છે. આ ફિલ્મનું શૂટિંગ ધર્મશાળા, ડેલહાઉસી અને પાલમપુરમાં કરવામાં આવશે.

ડાયરેકટરે ઓફિશિયલ સ્ટેટમેંટમાં કહ્યું હતું કે, રમેશજી, અક્ષય પુરી અને હું આ સ્પૂકી એડવેન્ચર કોમેડીને દરેક માટે મોટા પડદે એક રોમાંચ અને હાસ્ય બનાવવા માટે ઉત્સાહિત છીએ. સૈફ અને અર્જુન આ મનોરંજક ફીચર માટે સાથે આવતાં જોઈને મને ખરેખર આનંદ થાય છે. બંને તેમના ટ્રેડમાર્કના મનોરંજક તત્વોને નવા અવતાર પર લાવતા જોવા મળશે, જે તેઓ આ ફિલ્મમાં દર્શાવશે. અમે આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

_Devanshi

RELATED ARTICLES

Most Popular