1. Home
  2. revoinews
  3. ગરીબનો કોળિયો છીનવવાનું પાપ : દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ભોજનનો બગાડ, 6 માસ 26 કરોડ બીપીએલનું ભરી શકાય પેટ
ગરીબનો કોળિયો છીનવવાનું પાપ : દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ભોજનનો બગાડ, 6 માસ 26 કરોડ બીપીએલનું ભરી શકાય પેટ

ગરીબનો કોળિયો છીનવવાનું પાપ : દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ભોજનનો બગાડ, 6 માસ 26 કરોડ બીપીએલનું ભરી શકાય પેટ

0
Social Share

આજે વર્લ્ડ સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે છે. એટલે કે દુનિયાભરમાં ભોજનને બરબાદ થતું બચાવવા માટે માનવવામાં આવતો દિવસ. આ દિવસ પર એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે ખેડૂત, ગોડાઉન, ફૂડ પ્રોસેસિંગ કરનારા યૂનિટ અને વિક્રેતા કોઈની પણ પાસે ભોજનની સામગ્રી બરબાદ થાય નહીં.

યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠનનું માનીએ, તો આખી દુનિયાં દર વર્ષે લગભગ 1.30 લાખ કરોડ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી બરબાદ થાય છે. જ્યારે ભારતમાં દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી બરબાદ થાય છે. તેની કિંમત લગભગ 90 હજાર કરોડ છે. આ એટલી સામગ્રી છે કે તેના દ્વારા ગરીબીની રેખાની નીચે જીવતા દેશના 26 કરોડ લોકોનું છ માસ સુધી પેટ ભરી શકાય છે.

દેશમાં દર વર્ષે લગભગ 2100 કરોડ કિલોગ્રામ ઘઉં ખરાબ થઈ જાય છે. લગભગ આટલા જ ઘઉં ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે પાકે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનીએ, તો મુંબઈમાં દર વર્ષે 94 કિલોગ્રામ સોલિડ વેસ્ટ નીકળે છે. જેમાં 73 ટકા એટલે કે 68.32 લાખ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી હોય છે. ભારમતાં દર વર્ષે 6700 કરોડ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી બરબાદ થાય છે. તેની કિંમત લગભગ 90 હજાર કરોડ છે. એટલે કે દરરોજ 244 કરોડ રૂપિયાનું ભોજન બરબાદ કરીએ છીએ.

દેશમાં દર વર્ષે લગભગ 19.0 કરોડ લોકો ભૂખ્યા રહે છે. મિડ ડે મીલ સ્કીમ હેઠળ લગભગ 12 મિલિયન બાળકોને દરરોજ ભોજન આપવામાં આવે છે. દરેક વ્યક્તિને ભોજન અને રોજગાર ઉપલબ્ધકરાવવાના નામ પર કરોડોનું સરકારી ફંડ ખર્ચ થાય છે. તેમ છતાં યુએનના આંકડા પ્રમાણે, દેશમાં દર વર્ષે ભૂખ અથવા કુપોષણને કારણે પાંચ વર્ષથી ઓછી વયના લગભગ 10 લાખ લોકો મોતને ભેંટે છે. ભારતીય લોક પ્રશાસન સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 23 મિલિયન ટન દાળ, 12 મિલિયન ટન ફળ અને 21 મિલિયન ટન શાકભાજી વિતરણ પ્રણાલીમાં ઉણપને કારણે ખરાબ થઈ જાય છે.

સંયુક્ત રાષ્ટ્રે આ વખથે એક્ટ નાઉ કેમ્પેન ચલાવ્યું છે. જેથી ભોજનની બરબાદીને રોકી શકાય. તેના માટે યુએને દુનિયાભરના શેફને આ કેમ્પેનમાં સામેલ થવાનું જણાવ્યું છે. કારણ કે આખી દુનિયામાં જ ઝડપથી ભોજનની બરબાદી થઈ રહી છે, તે ઝડપથી ચાલતુ રહેશે તો 2030 સુધીમાં દુનિયામાં વાર્ષિક ધોરણે 2.1 અબજ ભોજનની બરબાદી થશે.

યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠનના એક તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૂખનો અત્યંત માર સહન કરી રહેલી આ 11.3 કરોડથી વધારે લોકો દુનિયાના 53 દેશોમાં ફેલાયેલો છે. આ સમસ્યાથી સૌથી વધારે આફ્રિકા ખંડના દેશો ઝઝૂમી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત યમન, સીરિયા, અફઘાનિસ્તાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો દુનિયાના આવા આઠ દેશોમાં સામેલ છે કે જ્યાં ભૂખમરો સહન કરી રહેલા લોકોમાંથી બે તૃતિયાંશ લોકો વસવાટ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code