1. Home
  2. revoinews
  3. સુરતની યુવતીનો અનોખો પ્રયાસ-કોરોના વોરિયર્સની થીમ પર બનાવી રાખડી- પ્રધાનમંત્રી ,સોનુ સુદ તથા કોરોના મૃતકની અતિંમ ક્રીયા કરતા સેવકની ફોટો વાળી રાખડીઓ બનાવી
સુરતની યુવતીનો અનોખો પ્રયાસ-કોરોના વોરિયર્સની થીમ પર બનાવી રાખડી- પ્રધાનમંત્રી ,સોનુ સુદ તથા કોરોના મૃતકની અતિંમ ક્રીયા કરતા સેવકની ફોટો વાળી રાખડીઓ બનાવી

સુરતની યુવતીનો અનોખો પ્રયાસ-કોરોના વોરિયર્સની થીમ પર બનાવી રાખડી- પ્રધાનમંત્રી ,સોનુ સુદ તથા કોરોના મૃતકની અતિંમ ક્રીયા કરતા સેવકની ફોટો વાળી રાખડીઓ બનાવી

0
Social Share
  • સુરતની યુવતીનો અનોખો પ્રયાસ
  • કોરોના વોરિયર્સ માટે પૂજા જેન નામક યુતીએ બનાવી રાખડીઓ
  • પ્રધાનમંત્રી મોદી,સોનુ સુદના ફોટો વાળી રાખડી પણ બનાવી
  • સુરત એકતા ટ્રસ્ટના પ્રમુખ મલબારીના ફોટો પણ રાખડી પર જોવા મળ્યા
  • કોરોના વોરિયર્સની કરી સરહાના

રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં રાખડીનું શું મહત્વ હોય. છે તે આપણે સો કોઈ જાણીએ છીએ.દર વર્ષે માર્કેટમાં રક્ષાબંધના થોડા દિવસો પહેલા રાખડી બજાર ધમધમતુ હોય છે,બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરતી હોય છે,દર વર્ષે અવનવા પ્રકારની રાખડીઓ જોવા મળે છે,જે  તે વર્ષ દરમિયાન જેનો ક્રેઝ હોય તે  થીમ પર રાખડી માર્કેટમાં આવે છે,પરંતુ આ વર્ષ શરુઆતથી જ કોરોના મહામારીમાં સપડાયું છે.

કોરોના જેવા સંકટમાં પણ દેશવાસીઓ અનેરી રીતે ઇત્સવો ઉજવતા જોવા મળે છે,હાલ કોરોના સામે સમગ્રદેશ લડત લડી રહ્યો છે અને ડોક્ટર્સ તેમાં મોખરે છે,પોતાના જીવની પરવાહ કર્ય।ા વિના ડોક્ટર દર્દીઓની સારવારમાં ખડે પગે છે,તે સાથે જ સફાઈ કર્મીઓ પણ પોતાની ફકરજ નિભાવી રહ્યા છે,બીજી તરફ જનતાને સમજાવવામાં પોલીસનો પણ મહત્વનો ફાળો રહ્યો છે,દેશના આ તમામ કોરોના વોરિર્યસએ કોરોના મહામારીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે સુરતની એક યુવતીએ કોરોના વોરિયર્સની થીમ પર રાખડીઓ બનાવીને એક અનેરું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

સમગ્ર દેશના કોરોના વોરિયર્સના કાર્યને બિરદાવવા માટે એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિકની રાખડીઓ સુરતની પૂજા જૈન દ્વારા બનાવવામાં આવી છે,આ રાખડીઓમાં સેનેટાઇઝરથી લઈને માસ્કના રુપમાં પણ બનાવાઈ છે. સુરતની આ યુવતીએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે આ પ્રકારની રાખડીઓ તૈયાર કરી છે તેની ઈચ્છા હવે ખાસ રાખડી PM મોદી, સોનુ સુદ અને સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરનાર અબ્દુલભાઈ મલબારીને આપવાની છે,અબ્દુલ મલબારી એ વ્યક્તિ છે કે જે, એકતા ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવે છે જેમણે કોરોનાના દર્દીઓના મૃતદેહના જે તે ધર્મ પ્રમાણે વિધીવત અંતિમ સંસ્કાર કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે,રાત દિવસ તેઓ એક કરીને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સેવામાં જોતરાયા છે.

છેેલ્લા 4 મહિનાથી કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે,ત્યારે વોરિયર્સ પોતાની ફરજ સતત ખડે પગે નિભાવી રહ્યા છે,સુરતમાં વધતા કોરોનાના કેસોમાં લોકોની લાપરવાહી જોવા મળી રહી છે. તે સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતા વોરિયર્સ પણ હવે કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે સુરતની પૂજા જૈન નામની યુવતીએ કોરોના વોરિયર્સના કાર્યને સરહાના કરતા જ્યુટ અને એન્ટી બેક્ટિરિયલ ફેબ્રિકની રાખડી બનાવી છે.

રાખડી પર કોરોના વોરિયર્સ જેમ કે, નર્સ, ડોક્ટર, પોલીસ અને મૃતકની અંતિમક્રિયા કરાવનાર વોરિયર્સ તેમજ અન્ય વોરિયર્સ વિશે સ્લોગન લખવામાં આવ્યા છે તે સાથે તેમનો આભાર પણ માન્યો છે,પૂજા બહેન મારફત આ રાખડી કોરોના વોરિયર્સને કુરિયર કરી રક્ષાબંધનના પર્વ પર મોકલવામાં આવશે અને આ તમામ વોરિસર્સનો અનોખી રાખડી દ્રારા આભાર વ્યક્ત કરશે.

તેમણે કોરોના વોરિયર્સને ધ્યાનમાં લઈને 50 થી પણ વધુ પ્રકારની રાખડીઓ તૈયાર કરી છે,સતત જનતાના સંપર્કમાં રહેતા અને દેશની જનતા માટે અનેક સારા કાર્ય કરતા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા લૉકડાઉનમાં હજારો શ્રમિકોને પોતાના વતન મોકલનાર સોનુ સુદ, તથા સુરતના એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ મલબારી જેવા તમામના ફોટો વાળી ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે.તે સાથે જ રાખડીમાં માસ્ક અને સેવનિટાઈઝરની બોટલ પણ આલેખવામાં આવી છે.આમ આ યુવતી દ્રારા કોરોના સંકટમાં સતત મહેનત કરનારા માટે સરહાના કરવામાં આવી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code