1. Home
  2. revoinews
  3. સુષ્માજીએ કરેલી છેલ્લી ટ્વિટ પરથી લાગે છે કે જાણે સુષમા સ્વરાજ “બસ આજ દિવસની રાહ જોતા હતા”
સુષ્માજીએ કરેલી છેલ્લી ટ્વિટ પરથી લાગે છે કે જાણે સુષમા સ્વરાજ “બસ આજ દિવસની રાહ જોતા હતા”

સુષ્માજીએ કરેલી છેલ્લી ટ્વિટ પરથી લાગે છે કે જાણે સુષમા સ્વરાજ “બસ આજ દિવસની રાહ જોતા હતા”

0
Social Share

67 વર્ષની વયે સુષ્મા સ્વરાજનું નિધન

થોડા વર્ષ અગાઉ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું

દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ હતા સુષમાજી

હાર્ટએટકના કારણે થયુ તેમનું મોત

ભૂતપૂર્વ અને લોક લાડીલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ગત રાત્રે નિઘન થયુ છે જેને લઈને સમગ્ર ભારતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે,ત્યારે મોદી સરકારે  કલમ 370 મુદ્દે જે નિર્ણય લીધો હતો તેમાં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને મોદીના આનિર્ણયને વધાવ્યો હતો તેમણે  ટ્વિટમાં કહ્યું ‘હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી’

 ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે આસપાસ તેમની તબિયત લથડી હતી જેને કારણે તેમને એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પાંચ ડૉક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. એઈમ્સમાં દાખલ થયા પહેલા આશરે ત્રણ કલાક પહેલા તેમણે કલમ 370 અંગે ટ્વિટ કરી હતી કે, પ્રધાનમંત્રી, તમને હાર્દિક અભિનંદન. હું મારા જીવનમાં આ જ દિવસની રાહ જોતી હતી.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મંત્રી રાજનાથ સિંહ અને નીતીન ગડકરી, હર્ષવર્ધન સહિતના બીજેપીના નેતાઓ મોડી રાત સુધી એઈમ્સ પહોંચી ગયા હતા.અંદાજે થોડા સમય પહેલ તેમણે એઈમ્સમાં કિડનીનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારે તેમના લથડેલી તબિયતના કારણે તેઓ એ ચૂંટણી લડવાની સાફ મનાઈ કરી હતી. ત્યારે આજે બપોરે લોધી રોડ ખાતે સ્મશાનમાં તેમના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુષ્માજી દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું છે, હું ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્માજીના સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું. સુષ્મા સ્વરાજને ભાજપના નેતાઓ સહિત, વડાપ્રધાન, મંત્રીઓ, રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના નેતાઓ તથા વિવિધ દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code