1. Home
  2. revoinews
  3. ગીતા અને ઉઝમા પાકિસ્તાનથી પરત ફરી હતી જે,સુષ્માના ‘સ્વરાજ’ માં જ શક્ય બન્યુ
ગીતા અને ઉઝમા પાકિસ્તાનથી પરત ફરી હતી જે,સુષ્માના ‘સ્વરાજ’ માં જ શક્ય બન્યુ

ગીતા અને ઉઝમા પાકિસ્તાનથી પરત ફરી હતી જે,સુષ્માના ‘સ્વરાજ’ માં જ શક્ય બન્યુ

0
Social Share

ઈરાકમાં ફસાયેલી નર્સોને ભારતમાં વાપસી કરાવવાની હોય કે પછી કુવૈત અને દુબઈમાં કાળીમજુરી કરનારા કામદારોને ભારત પાછા લાવવાના હોય, કે પાકિસ્તાનમાં ફસાયેલ ઉજમા અને ગીતાને પોતાના વતન સુરક્ષીત રીતે લાવીને પરિવાર સાથે મિલન કરાવવાનું હોય ,સુષ્મા સ્વરાજે માવનતાના આવા અનેક ઉદાહરણ પુરા પાડ્યા છે અને આજે દુનિયાભરમાં તેઓના વખાણ થઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપુર્વ વિદેશ મંત્રી સુષ્માં સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે,સુષ્માજી એક એવું વ્યક્તિત્તવ હતા કે જેમના વખાણ કરવા પર વિરોધ પક્ષ પણ મજબુર થઈ જતો.તેમણે પોતાના મજબુત ઈરાદાઓથી તેમણે અનેક અઘરા કાર્યો પણ પાર પાડ્યા હતા,દરેક જગ્યાએ તેમણે તેમનો મજબુત પરીચય આપ્યો છે.

મોદી સરકારમાં તેઓ વિદેશ મંત્રીના પદ પર રહેતા તેઓ એ વિદેશમાં ફસાયેલ કેટલાય ભારતીયોને વતન પરત બોલાવ્યા છે, જેમાં ઈરાકમાં ફસાયેલ ભારતીય નર્સોને પણ તેમણે સહીસલામત પોતાના વતનમાં વાપસી કરાવી હતી તે ઉપરાંત તેમણે ગર્લ્ફ દેશોમાં કામ અર્થ્ જનારા કામદારો કે જેઓ ત્યા જઈને દિવસ રાત કાળી મજુરી કરતા છતા ત્યા તેમનું શોષણ કરવામાં આવતું હતુ તેવા કામદારોનો અવાજ સાંભળીને સુષ્માજીએ તેમને ત્યાની કાળી મજુરીમાંથી મુક્તિ અપાવીને ભારતમાં પરત લાવ્યા છે,

ભૂતપુર્વ વિદેશ મંત્રી સુષમાજીએ તે ઉપરાંત ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં બંદુકની નોક પર બળજબરીથી લગ્ન કરાવીને મોકલવામાં આવેલી ઉઝમાં અહમદ નામની મુસલીમ યૂવતીને ભારતમાં પરત લાવવા માટે ખુબ જ મહેનત અને મદદ કરી હતી, તે વાતમાં તેઓને સફળતા મળતા દેશભરમાં તેમના ખુબજ વખાણ થયા હતા. પાકિસ્તાનના ડોક્ટર તાહિર અલીએ ઉઝમા સાથે બળજબરીથી નિકાહ કર્યા હતા ,ઉઝમાએ ઈસ્લામાબાદની કોર્ટમાં અરજી કરી હતી કે તેને તાત્કાલીક પોતાના વતન મોકલવામાં આવે કારણે કે ઉઝમાંને પહેલા નિકાહથી એક પૂત્રી હતી જે થેલેસીમિયા પીડીત હતી જેને લઈને ઉજમાએ વતન પરત ફરવાની માંગણી કરી હતી જેમાં સુષમા સ્વરાજે તેની સહાયતા કરી હતી અને છેવટે ઉજમાં પોતાના વતન આવી હતી. ત્યારે ઉજમાએ આપેલા નિવેદનમાં તેણે કહ્યું કે સુષ્માજીના સાથ વગર મારુ વતન પરત ફરવું શક્ય જ ન બનતે.

સુષ્માએ ઉઝમાનું ભારત પરત આવવાનું શ્રેય ભારતીય ઉચ્ચ કમિશનને આપ્યું. પરંતુ ઉઝમાએ સુષમા સ્વરાજને તેમના ઘરે પાછા ફરવાનો શ્રેય આપ્યો હતો ઉઝમાએ કહ્યું “કે સુષ્મા મેડમ મને દરરોજ  દિવસમાં ત્રણ-ચાર વાર ફોન કરતા હતા અને કેહતા પુત્રી ચિંતા ન કર, તમે આ દેશની, ભારતની પુત્રી છો. હિંમત રાખો, અમે તમને કંઈજ પણ નહી  થવા દઈએ તમને તાહિર સાથે જવા નહીં દઈ તમને પરત વતન લાવીશું”.

ત્યારે 26 ઓક્ટોબર 2015ની એક વાત બીજી યાદ કરી લઈએ ,જે દિવસે એક મૂક બધીર બાળકીને સુષ્માજીએ 10 વર્ષ બાદ પાકિસ્તાનથી આઝાદ કરાવી હતી અને ભારતમાં લાવ્યા હતા. ગીતા ભટકરનામની એક બોલી ન શકે તેવી બાળકી પાકિસ્તાન પહોંચી હતી, તેના પરિવાર માટે સુષમાજીએ ખુબજ શોધખોળ કરી હતી અને તેમણે કહ્યુ હતુ કે હું જ્યારે પણ ગીતાને મળુ છુ ત્યારે ગીતા મને ફરિયાદ કરે છે કે મારા માતા-પિતાને શોધી આપો,આ ગીતા માટે સુષમાએ બધીજ જીમ્મેદારી પોતાના શીરે લીધી હતી,અને ત્યાર બાદ તે બાળકીને મૂક-બધીરની સંસ્થામાં મોકલવામાં આવી હતી ત્યા તેની પુરેપુરી દેખરેખ કરવામાં આવતી અને સુષમાજીએ તેના માતા પિતાની શોધ પણ શરુ રાખી હતી.વર્ષો બાદ આ ગીતા ભારત ફરી હતી જેને પરત લાવનારું બીજુ કોઈ નહી પરંતુ ાપણા સુષમા સ્વરાજ જ હતા.જેમના કારણે જ આ વાત શક્ય બની હતી.

આમ કહી શકાય કે પૂર્વ વિદશ મંત્રી સુષ્મા સ્વરાજ એક મંત્રાની સાથે સાથે ક સારા વ્યક્તિ પમ હતા તેમણે ભારત બહાર ફસાયેલા લોકોને દેશમાં પાછી લાવવા માટે ખુબ લડત આપી હતી.તેઓ એ અનેક લોકોની મદદ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code