1. Home
  2. revoinews
  3. ચોમાસાની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ…
ચોમાસાની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ…

ચોમાસાની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા અપનાવો આ ટિપ્સ…

0

કવિઓએ અને કુદરત પ્રેમીઓને જેને ઋતુઓની મહારાણી કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી અને આપણી એ અન્નપૂર્ણા છે. સૌ કોઈને વર્ષા ઋતુ પ્રિય હોય છે, વરસાદ આવે એટલે લોકો પાણીમાં પલળવા જતા રહે છે. નાના બાળકો થી લઈ યુવાન સો કોઈને વરસાદમાં પલળવું ગમે છે. વરસાદની આ ઋતુમાં તબીયતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહીશું તો શરીરમાં ઘણી બીમારીઓ આવી શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે વરસાદની ઋતુમાં ખાવાપીવાનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય એવી 5 ટીપ્સને ફોલો કરો જેથી વરસાદની ઋતુમાં તબીયત સારી રહી શકે.

હળવો ખોરાક લેવો જોઈએ

ચોમાસામાં સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ. તળેલું, તેલ – મસાલાવાળું તેમજ ચટપટા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જો કે વરસાદ આવે એટલે સૌથી પહેલા લોકોને ગરમાગરમ નાસ્તા કરવાનું જ મન થાય છે. પરંતુ આમ ક્યારેય કરવું નહીં.  તેનાથી પાચનક્ષમતા પર અસર થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો

વરસાદના વાતાવરણમાં ચેપ ઝડપથી લાગી શકે છે. શરીરને ચેપથી બચાવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. તેના માટે ચોમાસાની ઋતુમાં લસણ, ડુંગળી, હળદર અને મેથીના દાણાનું સેવન કરવું.

  • મકાઈનું સેવન કરવાથી પાચનક્રિયામાં થશે સુધારો
  • શરીરમાં પાચનક્રિયા સુધારવા અને ફાઈબરનું પ્રમાણ વધે તે માટે મકાઈનું સેવન કરવું જોઈએ.
  • કારેલાનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થશે
  • કારેલાનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે. વરસાદ દરમિયાન પેટમાં કબજિયાતની સમસ્યા હોય તો તેમાં પણ કારેલા ખાવાથી રાહત રહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code