1. Home
  2. Tag "west bengal"

પ.બંગાળમાં મમતા સરકારથી નારાજ તબીબોની હડતાળ, 150થી વધારે ડૉક્ટરોએ આપ્યા રાજીનામા

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી રાજકીય લડાઈ હવે સિસ્ટમની વિરુદ્ધની લડાઈ બનવા જઈ રહી છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે મારામારીની ઘટનાથી મેડિકલ એસોસિએશનમાં ગુસ્સો છે. ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તબીબો પર આક્રમક છે. મમતા સરકારથી ખફા ડોક્ટરોએ રાજીનામા આપવાનું પણ શરૂ કર્યું છે અને અત્યાર […]

પ.બંગાળમાં કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન લગાવશે, તો ‘મિત્રપક્ષ’ જેડીયુ કરશે વિરોધ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે ભાજપ તરફથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણીને લઈને ચર્ચા થઈ રહી છે. તો ભાજપના સાથીપક્ષ જનતાદળ-યૂનાઈટેડે પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો વિરોધ કર્યો છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ મંગળવારે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં આવી રીતે કલમ-356 લગાવવી ગેરબંધારણીય હશે. તેમણે કહ્યુ છે […]

ભાજપના નેતા મુકુલ રૉયે મમતા બેનર્જીને ગણાવ્યા ખૂની મુખ્યપ્રધાન, કહ્યું- ઈતિહાસ નહીં કરે માફ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામનું સૂત્ર લગાવવાની કિંમત ભાજપના કાર્યકર્તાઓને પોતાનો જીવ આપીને ચુકવવી પડી રહી છે. અહીં ભાજપ-ટીએમસી વચ્ચે થયેલી હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. અવાર-નવાર કાર્યકર્તાઓના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે પાર્ટીના ટેકેદારને જય શ્રીરામ બોલવા પર ટીએમસીના કાર્યકર્તાઓએ મોતને ઘાટ ઉથારી દીધો છે. ટીએમસીના […]

પ.બંગાળમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા, મમતા બેનર્જીના પ્રધાન બોલ્યા- ખૂનનો બદલો ખૂન

ચૂંટણી બાદ પણ પશ્ચિમ બંગાળમાં ખૂનખરાબો ચાલુ છે. કૂચબિહાર અને ઉત્તરી દમદમમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં તણાવનો માહોલ છે અને બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણના અહેવાલ છે. ગુરુવારે મમતા બેનર્જી માર્યા ગયેલા ટીએમસીના કાર્યકર્તાઓના ઘરે જવાના છે. મંગળવારે રાત્રે ઉત્તર દમદમ નગરપાલિકાના વોર્ડ-6ના અધ્યક્ષ અને ટીએમસીના નેતા નિર્મલ […]

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા, ભાજપ પર આરોપ લગાવાયો

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી વખતે થયેલી હિંસા હજીપણ થંભવાનું નામ લઈ રહી નથી. ઉત્તર 24 પરગણામાં તાજેતરના ઘટનાક્રમમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ટીએમસી નેતાનું નામ નિર્મલ કુંડૂ છે. કુંડૂના પરિવારના સદસ્યોએ કહ્યુ છે કે દ્વિચક્રી વાહનથી આવેલા ત્રણ લોકોએ કુંડૂ પર ગોળી ચલાવી હતી. તેને ગંભીર હાલતમાં […]

જય શ્રીરામ Vs જય હિંદના ભાજપ Vs ટીએમસીના ઝઘડામાં જનતાને લાગી રહ્યો છે 3.5 કરોડનો ચુનો

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને તેના અધ્યક્ષ તથા રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ભાજપે લોકસભા ચૂંટણીમાં જોરદાર ટક્કર આપીછે. તેના પછી પણ ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની જમીન મજબૂત કરવા માટે મેદાનમાં લાગેલું છે. ભાજપના કાર્યકર્તાઓ દેશભરમાં મમતા બેનર્જી વિરુદ્ધ જય શ્રીરામની મુહિમ ચલાવી રહ્યા છે. આ મુહિમ હેઠળ ભાજપ 10 લાખ પોસ્ટકાર્ડ પર જય […]

મમતાના ભત્રીજાએ કહ્યું- રામની ટીઆરપી તૂટી, અપર્ણા સેન બોલી- મમતા પોતે જ કબર ખોદે છે

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાઓના વિવાદ પર બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને પદ્મશ્રીથી સન્માનિત અપર્ણા સેને કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓના જય શ્રીરામના નારાઓનો જવાબ આપીનેં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ પોતાની કબર ખોદી રહ્યા છે. જ્યારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે બંગાળમાં હવે રામની ટીઆરપી નીચે ઉતરી ચૂકી છે. ગત દિવસોમાં નારેબાજી પછી મુખ્યમંત્રીએ રસ્તા […]

પ.બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્યાલયો પર કબજાનો જંગ, મમતા બેનર્જીએ ભગવા દીવાલ પર બનાવ્યું પાર્ટીનું ચિન્હ!

કોલકત્તા: તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં થયેલી રાજકીય હિંસા પર રાજ્યમાં સત્તારુઢ ટીએમસી અને વિપક્ષી દળ ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. આ ઘટનાક્રમમાં બંને પક્ષો રાજ્યના વિભિન્ન જિલ્લામાં કથિતપણે એકબીજાના કાર્યાલયો પર કબજો અને ફરીથી કબજો કરવાની હોડમાં લાગેલા છે. એટલું જ નહીં કાર્યાલયો પર કબજાની આ જંગમાં રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ […]

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીને 10 લાખ ‘જય શ્રીરામ’ લખેલા પોસ્ટકાર્ડ્સ મોકલશે ભાજપ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનારી તૃણમૂલ કોંગ્રેસના જખમો પર મીઠું ભભરાવતા ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને ‘જય શ્રીરામ’ લખેલા દસ લાખ પોસ્ટકાર્ડ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળથી ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુન સિંહે કહ્યું, ‘અમે મુખ્યમંત્રીના નિવાસસ્થાને 10 લાખ પોસ્ટકાર્ડ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે જેના પર ‘જય શ્રીરામ’ લખ્યું હશે.’ તૃણમૂલ […]

‘જય શ્રીરામ’ સૂત્રોચ્ચારથી ચિઢાતા મમતા બેનર્જીની ટીએમસીના કાર્યકર્તાઓ ફોન પર હેલોના સ્થાને બોલશે ‘જય બાંગ્લા-જય હિંદ’

નવી દિલ્હી:  પ. બંગાળની તૃણમૂલ કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. તેમા કાર્યકર્તાઓને આદેશ આપવામાં આવ્યો છે કે હવેથી ફોન રિસિવ કર્યા બાદ પહેલા જય બાંગ્લા, જય હિંદ બોલવું પડશે. ટીએમસી તરફથી તમામ કાર્યકર્તાઓને નોટિસ જાહેર કરીને આદેશનો અમલ કરવા મટે કહેવામાં આવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હવેથી કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code