1. Home
  2. Tag "pok"

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]

પહેલા પાકિસ્તાન શ્રીનગર લેવાની વાત કરતું હતું, હવે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવે છે: બિલાવલ ભુટ્ટો

કાશ્મીર પર ડોળો જમાવવાની મનસા ધરાવતા પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના જવાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યુ છે કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા, અત્યારે આપણે યોજના બનાવી રહ્યા છીએ કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવી શકાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઈમરાનખાન […]

370 પર રોકકળ કરનારા પાકિસ્તાને PoKના કેવા કર્યા છે હાલ, ગિલગિટ-બાલ્તિસ્તાનનું શું છે સ્ટેટસ?

પાકિસ્તાન ગત એક સપ્તાહથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. જો કે તે ખુદ ગત 70 વર્ષોમાં કાશ્મીરના એક હિસ્સામાં આવા પ્રકારના ઘણાં પગલા ઉઠાવી ચુક્યું છે. કાશ્મીરનો આ હિસ્સો 1949થી જ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબજા હેઠળ છે. આ હિસ્સાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના નામથી પણ […]

ઈસ્લામાબાદમાં લાગ્યા શિવસેનાના પોસ્ટર! : “આજે કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન-પીઓકે લઈશું”

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદની પોલીસે અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈસ્લામાબાદના અલગ-અલગ વિસ્તારોમાં અને રેડ ઝોનમાં ભારતની દક્ષિણપંથી રાજકીય પર્ટી શિવસેનાના નેતાના સંદેશાવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રમાણે ઘણાં સ્થાનો પર રેડ પાડવામાં આવી છે અને ત્રણ લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા વહીવટી તંત્રે નગરનિગમને નોટિસ જાહેર કરીને પુછયું […]

આર્ટિકલ- 370 હટાવવાના નિર્ણય પર કોંગ્રેસી ભાઈ-બહેન રાહુલ-પ્રિયંકા ગાંધીમાં પણ “ભાગલા”!

નવી દિલ્હી :  આર્ટિકલ – 370માં ઐતિહાસિક નિર્ણય બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગૃહમાં કોંગ્રેસના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. ભલે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવવાનો વિરોધ કરી રહીછે. પરંતુ કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી અનુચ્છેદ-370ને હટાવવાના પક્ષમાં દેખાઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી પહેલા સોનિયા ગાંધી સાથે રાજકીય ઘનિષ્ઠતા ધરાવતા જનાર્દન દ્વિવેદી […]

જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયાબાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી હતી. હવે પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ ધમકી આપી છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ માટે કોઈપણ હદે જઈ શકે છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે તે કાશ્મીરીઓના સંઘર્ષમાં […]

આર્ટિકલ 370: 2014માં જ રામ માધવે કહ્યુ હતુ પીઓકે પણ લઈ લઈશું, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીનો દાવો

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે જ્યારે તેઓ ભારતમાં કામ કરી રહ્યા હતા, તો ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે તેમને કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ સમાપ્ત થશે. ભારત પીઓકે પણ પાકિસ્તાન પાસેથી પાછું લેશે. જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષાધિકારોની સમાપ્તિના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા થઈ છે. પાકિસ્તાનમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં […]

PoKમાં લોકોનું પ્રદર્શન, બંધોના નિર્માણનો થઈ રહ્યો છે વિરોધ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો નીલમ-ઝેલમ જળવિદ્યુત પરિયોજનામાં નદીઓ પર બંધોના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. આના પહેલા પણ બંધોના નિર્માણને લઈને ઘણીવાર વિરોધ પ્રદર્શન થઈ ચુક્યા છે. તાજેતરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પીઓકેમાં જબરદસ્ત પ્રદર્શન થયું હતું. મુઝફ્ફરાબાદમાં સરકારી કર્મચારી પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નાણાંકીય નીતિઓ વિરુદ્ધ સડકો પર ઉતર્યા […]

જિનેવામાં લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો, પીઓકેના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન

જિનેવા: પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાનને લઈને પાકિસ્તાનને દુનિયાભરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પીઓકા રાજનૈતિક કાર્યકર્તાઓ જે યુરોપ અને બ્રિટનમાં રહે છે, તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં યુરોપ અને બ્રિટનમાં રહેતા પીઓકેના પોલિટિકલ એક્ટિવિસ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકર પરિષદના 41મા સત્ર દરમિયાન પાકિસ્તાનના નિયંત્રણ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code