1. Home
  2. Tag "Gujarati news"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે અમદાવાદ આવશે. તેમજ તા. 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી સી-પ્લેન મારફતે કેવડિયા જાય તેવી શકયતા છે. જ્યાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને […]

અમદાવાદમાં 5 હજારથી વધારે આવાસોને રી-ડેવલોપ કરાશે

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં વર્ષો જૂના આવાસો આવેલા છે. જેના કારણે અનેક વાર જર્જીરત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 5311 આવાસ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય […]

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી તા. 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે આજથી પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જો કે, ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં નથી. વિધાનસભાની આઠ બેઠકો ઉપર આગામી તા. 3 નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે. […]

ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ,  દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]

અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો દંડની રકમ ભરવામાં નીરસ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોના સંચાલન માટે શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવે છે. શહેરમાં અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને લગભગ 37.80 લાખ જેટલા મેમો આપવામાં આવ્યાં છે. જેમાંથી 40 કરોડ જેટલો દંડ વાહન ચાલકોએ […]

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર પાડ્યાં દરોડા

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદમાં આવકવેરા વિભાગે આજે જાણીતા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે ગ્રુપના તમામ બિલ્ડર તથા તેમની સાથે સંકળાયેલા બિલ્ડરોના નિસાસ સ્થાન, ઓફિસ અને વ્યવસાયના સ્થળ પર દરોડા પાડ્યાં હતા. આઈટીએ લગભગ 25 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ આરંભી હતી. દરોડામાં કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા […]

ગુજરાતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 6711 બનાવો, 7988 વ્યક્તિઓના થયા મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં બેદરકારીથી વાહન હંકારવાના કારણે માર્ગ અકસ્માતના 6711 બનાવો બન્યાં હતા. જેમાં 7988 વ્યક્તિઓના મોત થયાં હતા. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં માર્ગ અકસ્માતના 421 બનાવમાં 442 વ્યક્તિઓના મોત થયાં હતા. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર રાજ્યમાં હિટ એન્ડ રનની 966 ઘટનાઓ વર્ષ 2019માં બની હતી. […]

ગુજરાતમાં એક વર્ષમાં લાંચિયા અધિકારીઓ સામે 255 કેસ નોંધાયાં !

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 2019માં ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે 255 જેટલી ફરિયાદ એસીબીમાં નોંધાઈ છે. દેશમાં સૌથી વધારે લાંચિયા અધિકારીઓ સામે મહારાષ્ટ્રમાં 891 જેટલા કેસ નોંધાયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં ગુજરાતમાં છટકું ગોઠવીને 196 લાંચિયા બાબુઓને ઝડપી લેવામાં […]

હાથરસ ગેંગરેપ કેસનો વિરોધ, અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ

અમદાવાદઃ હાથરસ ગેંગરેપ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો વિરોધ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં મનપાના સફાઈ કર્મચારીઓ પણ એક દિવસની હડતાળ ઉપર ઉતર્યાં છે. તેમજ આરોપીઓને ઝડપી સજા અપાવાની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે […]

નાસિકના આર્મી કેમ્પમાંથી શંકાસ્પદની ધરપકડ, ISI હેન્ડલર્સને આપતો હતો ગુપ્ત માહિતી

મુંબઈઃ પાકિસ્તાનમાં આઈએસઆઈના હેન્ડલર્સને નાસિક આર્મી કેમ્પની ગુપ્ત માહિતીઓ આપનાર શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલર્સને સૈન્ય કેમ્પની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદ શખ્સ સેના સેમ્પમાં સફાઈનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસારનાસિક આર્મી કેમ્પમાં સફાઈની કામગીરી કરતા સંજીવકુમારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code