1. Home
  2. Tag "Gujarati news"

તાપીમાં રાજકીય આગેવાનના ઘરે પ્રસંગ મુદ્દે પોલીસ એક્શનમાં, PIને કરાયાં સસ્પેન્ડ

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપીમાં રાજકીય આગેવાનના ઘરે સગાઈના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહેવાના મુદ્દે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આઈજી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વ્યારામાં યોજાયેલા લગ્ન પ્રસંગ્રમાં ભીડ એકત્ર થવા મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તાપીમાં રાજકીય આગેવાન […]

નર્મદાનું પાણી થયું મોંઘું, ઉદ્યોગોને અપાતા પાણીના દરમાં 10 ટકા વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો હોવાથી જળાશયો છલકાયાં હતા. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની પુષ્કળ આવક થઈ હતી. નર્મદાનું પાણી રાજ્યભરમાં ખેડૂતોને ચિંતાઈ અને પીવા માટે પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગોને પણ પુરુ પાડવામાં આવે છે. દરમિયાન પીવા અને ઉદ્યોગોને પુરુ પાડવામાં આવતા પાણીના દરમાં લગભગ 10 […]

ભારતમાં આતંકવાદીઓને હથિયાર મોકલવા માટે પાકિસ્તાને મોટા ડ્રોનનો શરૂ કર્યો ઉપયોગ

દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન અને આઈએસઆઈએ જમ્મુ-કાશ્મીર અને પંજાબ મારફતે ભારતમાં આતંકનો સામન મોકલવા માટે મોટા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. કાઉન્ટર ટેરર ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન અને આઈએસઆઈ દ્વારા ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી માટે છેલ્લા કેટલાક વર્ષોથી નાના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તેમણે અપગ્રેડેડ ડ્રોનની ખરીદી […]

ગુજરાતની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે. આ ઉપરાંત જો ઘરે જઈને રૂ. 1100માં ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા સરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે […]

સુરતમાં લગ્ન સ્થળે જ થશે કોરોના ટેસ્ટ, ધન્વંતરી રથ ઉભા રખાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલતી હોવાથી લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સુરત મનપા દ્વારા કોરોના ટેસ્ટ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે લગ્ન સ્થળે જ શરદી-ખાંસી સહિતની બીમારી ધરાવતા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. સુરત મનપા દ્વારા […]

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે સ્કૂલો ખુલવાની શકયતાઓ નહીંવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજોમાં બંધ છે. તા. 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજ કોરોના ગાઈડલાઈન અનુસાર ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉચકતા આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ચિંતિત વાલીઓ પણ જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી સંતાનોને સ્કૂલ મોકલા માંગતા […]

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને ફરી બનાવ્યાં નિશાન, સિંધ પ્રાતમાં મકાનોમાં કરી તોડફોડ

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. અવાર-નવાર સગીરાઓનું અપહરણ કર્યાં બાદ ધર્માતંરણ કરીને નિકાહ કરવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હવે સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુઓને ફરી નિશાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. સિંધ પ્રાંતમાં હિન્દુઓના કેટલાક મકાનોમાં ઘુસીને કટ્ટરપંથીઓ તોડફોડ કરી હોવાનું સામે […]

ગીર સોમનાથની ધરા ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા આવે છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથના ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારમાં ધરા ધ્રુજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથમાં રાતના 12 કલાક પછી ભૂકંપના બે આંચકા આવ્યાં […]

રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની વાલીઓને ધમકી, ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ પણ નહીં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહીનાઓથી શાળા-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30મી ઓક્ટોબરના રોજ હવાઈ માર્ગે અમદાવાદ આવશે. તેમજ તા. 31મી ઓક્ટોબરના રોજ પીએમ મોદી સી-પ્લેન મારફતે કેવડિયા જાય તેવી શકયતા છે. જ્યાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને […]