1. Home
  2. Tag "gujarat"

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સેવા કરતો મેડિકલ સ્ટાફ સંક્રમિત ન થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. સુરતની આ હોસ્પિટલમાં હવે કોરોના પીડિત દર્દીઓની બે રોબોટ સેવા કરશે. આમ […]

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 188 તાલુકામાં વરસ્યો વરસાદ

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ઉમરપાડામાં છ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં સૌથી વધારે છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળમાં 4 ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં […]

જન્માષ્ટમીએ ભક્તો દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ચાર દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય જન્માષ્ટમીએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા અમદાવાદઃ તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જો કે, કદાચ ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે. તા. 10મી ઓગસ્ટથી તા. […]

બાંગ્લાદેશમાં પહોંચશે ગુજરાતની ડુંગળી, 2440 ટનની નિકાસ

ધોરાજીથી ગુડ્સ ટ્રેન થઈ રવાના આગામી દિવસોમાં વધુ જથ્થાની કરાશે નિકાસ અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે અને ગુજરાતની ડુંગળી અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. ત્યારે હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ પડોશી દેશ બાંગ્લાદેશના લોકો પણ માણશે. ધોરાજીથી 2440 ટન જેટલી ડુંગળી ભરેલી ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ જવા રવાના થઈ છે. ઓગસ્ટ મહિનામાં તબક્કાવાર 3થી 4 […]

ગુજરાતના બ્રાહ્મણ કુમારોએ લવ-કુશની જેમ કંઠસ્ત કર્યો રામ રક્ષા સ્તોત્ર

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામમાં ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લુવાણાડાના બ્રાહ્મણ કુમારોએ રામ રક્ષા સ્તોત્ર કંઠસ્ત કર્યો છે. તેમજ બ્રાહ્મણ કુમારોના રામ રક્ષા સ્તોત્રનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બ્રાહ્મણ કુમારોનો રામ રક્ષા સ્તોત્રનો વીડિયો જોયા બાદ તમારી આંખો સામે શ્રી રામના પુત્ર લવ-કુશ દ્વારા […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધી […]

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે

1 ઑગસ્ટથી માસ્ક ના પહેરનારા પાસેથી 500 રૂપિયા દંડની થશે વસૂલાત તે ઉપરાંત જાહેરમાં થૂંકનારા પાસેથી પણ 500 રૂપિયાનો દંડ લેવાશે અમૂલ પાર્લરમાં માત્ર 2 રૂપિયામાં માસ્ક મળી શકશે કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો પાસેથી આજથી 500 રૂપિયા […]

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ નજીકની ધરા ધ્રૂજી સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ ફરી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ લથડી

સરકાર પાસે ભંડોળની કરી માંગણી કોરોના પાછળ અત્યાર સુધીમાં રૂ. 40 કરોડનો કર્યો ખર્ચ અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં […]

ગુજરાત: કુલ 70.27 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકનું બમ્પર વાવેતર

કોરોના સંકટ વચ્ચે વહેલો વરસાદ, પાણીની ઉપલબ્ધતાનું ખરીફ પાકનું બમ્પર વાવેતર ગુજરાતમાં અત્યારસુધી 70.27 લાખ હેકટરમાં ખરીફ પાકનું થયું વાવેતર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12.9 લાખ હેકટર વાવેતર વધુ થયું કોરોનાની મહામારી વચ્ચે પણ એક સારા સમાચાર છે. ગુજરાતમાં અત્યારસુધી 70.27 લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે. જે 82.87 ટકા વાવેતર થઇ ગયાનું દર્શાવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code