1. Home
  2. revoinews
  3. મોદીની બાયોપિક અંગે SCનો ચૂંટણીપંચને નિર્દેશ: ‘પહેલા ફિલ્મ જુઓ, પછી નિર્ણય કરો’
મોદીની બાયોપિક અંગે SCનો ચૂંટણીપંચને નિર્દેશ: ‘પહેલા ફિલ્મ જુઓ, પછી નિર્ણય કરો’

મોદીની બાયોપિક અંગે SCનો ચૂંટણીપંચને નિર્દેશ: ‘પહેલા ફિલ્મ જુઓ, પછી નિર્ણય કરો’

0
Social Share

સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા ચૂંટણીપંચને આ ફિલ્મ એકવાર જોવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે શુક્રવારે ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રીલીઝ પર રોક લગાવી દીધી હતી.

ચૂંટણીપંચના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે એવી કોઈપણ પ્રચાર સામગ્રી કે પોસ્ટર જે કોઈ ચૂંટણી ઉમેદવારની ઇમેજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બઢાવી-ચડાવીને દર્શાવે, તેવા કોઈ કન્ટેન્ટને આચારસંહિતા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન દર્શાવવું જોઈએ.

ચૂંટણીપંચના આ નિર્ણય વિરુદ્ધ ફિલ્મ નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. નિર્માતાઓ તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ચૂંટણીપંચે ફિલ્મ જોયા વગર જ તેની રીલીઝ પર રોક લગાવી દીધી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code