પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં સેફ અલી ખાને રાવણની ભૂમિકાને લઇને આપ્યું પોતાનું મંતવ્ય..

  • ફરી એક વખત નેગેટિવ રોલમાં જોવા મળશે સૈફ
  • સૈફ અલી ખાન પ્રભાસની ફિલ્મ આદિપુરૂષમાં બનશે રાવણ
  • બીજી વખત ઓમ રાઉત સાથે કરશે કામ

મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ફરી એકવાર વિલનના રોલમાં જોવા મળશે. પ્રભાસ સ્ટાર ફિલ્મ ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં અને પ્રભાસ રામના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે.

પ્રભાસે સોશિયલ મીડિયા પર આદિપુરુષનો લોગો શેર કરતા લખ્યું કે, 7000 વર્ષ પહેલા વિશ્વના સૌથી બુદ્ધિમાન દાનવનું અસ્તિત્વ હતું. #Adipurush.. સૈફના પોસ્ટર અને તેના પાત્રની રજૂઆતથી સ્પષ્ટ છે કે આ એક વિલન તરીકેની તેની આઇકોનિક ભૂમિકા સાબિત થઈ શકે છે. તો, લોકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સૈફ અલી ખાને આ રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઓમી દાદાની સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પાસે ગ્રેંડ વિઝન અને ટેકનિકલ નોલેજ છે. હું પ્રભાસની સાથે કામ કરવા માટે પણ ઉત્સુક છું. સાથે સાથે દાનવનો રોલ કરવા માટે એક્સાઈટેડ છું.

પ્રભાસે કહ્યું હતું કે દરેક રોલ અને દરેક ચરિત્ર પોતાના પડકારોની સાથે આવે છે. પરંતુ આ પ્રકારના રોલ નિભાવવા માટે એક મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપણા મહાકાવ્યના આ પાત્રને નિભાવવા માટે ખુબ જ એક્સાઈટેડ છું. ખાસ કરીને જે પ્રકારે ઓમે આ ડિઝાઈન તૈયાર કરી છે. મને આશા છે કે આપણા દેશના યુવાનોને અમારી ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.

ઉલેખનીય છે કે, ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. આ પહેલા સૈફ અલી ખાન ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ સૈફ અલી ખાન વિલનના રોલમાં જોવા મળ્યો હતો.

આદિપુરુષ હિન્દી અને તેલુગુમાં બનાવવામાં આવશે. જેને તમિલ, મલયાલમ, કન્નડ સહિત ઘણી ભાષાઓમાં ડબ કરવામાં આવશે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર છે. ફિલ્મનું શૂટિંગ 2021 માં શરૂ થશે અને 2022માં રિલીઝ થશે.

_Devanshi

RELATED ARTICLES
- Advertisment -

Most Popular