1. Home
  2. revoinews
  3. રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મિસાઈલ સપ્લાય પર લગાવી રોક
રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મિસાઈલ સપ્લાય પર લગાવી રોક

રશિયાએ ચીનને આપ્યો મોટો ઝટકો, આ મિસાઈલ સપ્લાય પર લગાવી રોક

0
  • ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે રશિયાએ ચીનને આપ્યો ઝટકો
  • એસ -400 મિસાઈલ સપ્લાય પર લગાવી રોક
  • રશિયાના આ પગલા બાદ ચીને કરી સ્પષ્ટતા
  • આક્રમકતાને કારણે કૂટનીતિ મોરચા પર ઘણા દેશો સાથે અથડામણ

અમદાવાદ: ચીનની ઉમ્મીદથી વિપરીત રશિયાએ તરત જ બેઇજિંગને એસ -400 સપાટીથી હવાઈ મિસાઇલોના સપ્લાય પર રોક લગાવી દીધી છે. ચીન માટે આ મોટો ઝટકો છે. વિશેષ વાત એ છે કે આ મિસાઇલ રોકતા પહેલા માસ્કોએ બેઇજિંગ પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. રશિયન અધિકારીઓએ તેમની સેન્ટ પીટર્સબર્ગ આર્કટિક સોશ્યલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષ વેલેરી મિટકોને ગુપ્ત સામગ્રી ચીનને સોંપવાના દોષી ગણાવ્યા છે અને આ ઘટનાને આ વાત સાથે જોડવામાં આવી રહી છે.

બીજી બાજુ, રશિયાની ઘોષણા પછી ચીને સ્પષ્ટતા કરી છે કે માસ્કો આવા નિર્ણય લેવા માટે મજબૂર છે, કારણ કે તે ચિંતિત છે કે આ સમયે એસ -400 મિસાઇલોનું વિતરણ પીપુલસ લિબરેશન આર્મીની મહામારી વિરોધી ગતિવિધિઓને પ્રભાવિત કરશે. ચીને વધુમાં કહ્યું કે રશિયા એવું નથી ઇચ્છતું કે તેનાથી બેઇજિંગને કોઈ પરેશાની થાય. ચીનનું કહેવું છે કે રશિયાએ મિસાઇલો પહોંચાડવાનો નિર્ણય અનેક કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે. બેઇજિંગનું કહેવું છે કે આ પ્રકારનાં હથિયારોની ડીલ એ જટિલ પ્રક્રિયા છે. આ ઉપરાંત હથિયારોને પ્રયોગમાં લાવવા માટે કર્મચારીઓને તાલીમ લેવી પડે છે. આ માટે કર્મચારીઓને રશિયા મોકલવા પડ્યા હતા, પરંતુ તે કોરોના મહામારીના સમયમાં એકદમ જોખમી છે.

જ્યારે ચીન તેની આક્રમણને કારણે કૂટનીતિ મોરચા પર એક સાથે અનેક દેશો સામે લડી રહ્યું છે ત્યારે રશિયાએ આ આપૂર્તિ પર રોક લગાવી દીધી છે. પૂર્વી લદ્દાખમાં ચીની સૈન્યના ખુની સંઘર્ષ બાદ તેણે ભારત સાથેના તણાવ પૂર્વક સંબંધો છે. એવામાં રશિયા દ્વારા એસ -400 મિસાઇલો પરનો પ્રતિબંધ ચીન માટે ચિંતાનો વિષય હોઈ શકે છે.

એક કારણ એવું પણ હોઈ શકે કે ચીનના હાલ વિશ્વના મોટા માથાના દેશો સાથે સંબંધ ખરાબ છે અને રશિયા પણ જો ચીનનો સાથ દેવા જાય તો ભવિષ્યમાં આર્થિક રીતે રશિયા પણ મોટા પરીણામ ભોગવી શકે છે. આર્થિક રીતે રશિયા એ ચીન જેટલું મજબૂત નથી પણ જો રશિયા પર વધારે પ્રતિબંધ આવે તો રશિયાની મુશ્કેલી વધી શકે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.