1. Home
  2. revoinews
  3. સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું અપાશે

સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું અપાશે

0
Social Share
  • રાજ્યના કુલ 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની ભેટ
  • રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ-પેન્શરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની કરી જાહેરાત
  • 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે

ગુજરાત સરકારે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની જાહેરાત કરી છે. 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે. તે ઉપરાંત રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂ.3500ની મર્યાદામાં બોનસ આપવાનો નિર્ણય લીધો છે. જેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત, યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજ-બિનસરકારી શાળા કોલેજના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થઆના વર્ગ-4ના કુલ 30960 કર્મીઓને મળશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજ્ય સરકારના 9 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પેન્શનરોને તા.1.07.2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલું છે. 1 જુલાઇ 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાની થતી હતી.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સીએમ વિજય રૂપાણી સાથે ચર્ચ વિચારણા કર્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓ, પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકાર સરકાર-પંચાયત તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાના કર્મીઓને ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ દિવાળીના તહેવારો પહેલા ચૂકવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.”

આ નિર્ણયથી રાજ્ય સરકારની તીજોરી પર રૂ.464 કરોડનો બોજો પડશે.

તે ઉપરાંત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને રૂ.3500ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. વર્ગ-4ના કુલ 30,960 કર્મચારીઓને આ લાભ મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code