PM મોદી ફ્રાંસ, યુએઈ, બહેરીનની મુલાકાતે જશે, G-7 બેઠકમાં પણ લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ વચ્ચે ફ્રાંસ, બહરીન, યુએઈ અને જી-7ની બેઠકમાં સામેલ થશે. પીએમ મોદી ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોંના નિમંત્રણ પર ત્યાં જશે.

પીએમ મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાંસ પહોંચશે. 23 ઓગસ્ટે પીએમ મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ફ્રાંસની મુલાકાત બાદ પીએમ મોદી યુએઈ જશે. યુએઈ બાદ પીએમ મોદી બહરીનની મુલાકાતે જશે.

24 અને 25 ઓગસ્ટે યોજાનારી તેમની બહરીનની આ પહેલી મુલાકાત હશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular