1. Home
  2. revoinews
  3. પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની બેઠક યોજવા બાબતે સાઉદી અરેબિયાને આપી ધમકી
પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની બેઠક યોજવા બાબતે સાઉદી અરેબિયાને આપી ધમકી

પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની બેઠક યોજવા બાબતે સાઉદી અરેબિયાને આપી ધમકી

0
Social Share
  • પાકિસ્તાને સાઉદી અરેબિયાને આપી ધમકી
  • ઈસ્લામિક દેશોની બેઠક બોલાવવામાં આવે-પાક
  • અલગ સંગઠનની રચના કરવાની ધમકી આપી

કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370ને અસરહીન કરવાને 5 ઓગસ્ટના રોજ એક વર્ષ પૂર્ણ થયું. આ મામલે પાકિસ્તાને તમામ આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરી પરંતુ દરેક મોરચે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.પાકિસ્તાન પણ મુસ્લિમ દેશોને એકસાથે લાવવામામં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે હવે પાકિસ્તાને કાશ્મીર ઉપર સાઉદી પ્રભુત્વ ધરાવતા ઈસ્લામિક સહકાર સંગઠનને ધમકી આપવાનું નાપાક કામ કર્યું છે.

આ સમગ્ર બાબતે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમૂદે બુધવારના રોજ સાઉદી અરેબિયાની આગેવાની વાળા સંગઠન ઓઆઈસીને ચેતવણી આપતા કહ્યું કે,કાશ્મીર બાબતે વિદેશમંત્રીઓની બેઠક યોજવામાં જરા પણ વિલંબ ન કરે.

પાકિસ્તાનની એક ચેનલના શો માં તેમણે કહ્યું કે,હું એકવાર ફરી સમ્માન પૂર્વક સારી રીતે ઓઆઈસી ને જણાવવા માંગુ છું,અમારી અપેક્ષા વિદેશ મંત્રિયોના સ્તરની બેઠકથી ઓછી નથી,અને જો તમે આ બેઠક નહી યોજી શકો તો હું પીએમ ઈમરાન ખાનને એમ કહેવા મજબુર થઈશ કે, કાશ્મીર મામલે અમારા પડખે ઊભા રહેનારા મુસ્લિમ દેશોની અલગ બેઠકનું આયોજન કરે.

આ સાથે જ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, જો ઓઆઈસી પોતાના સદસ્ય દેશો સાથે બેઠક યોજવાની વાત પર અસફળ રહેશે તો પાકિસ્તાન તેની બહાર જઈને સત્ર બોલાવવા મજબુર બનશે,હવે પાકિસ્તાન આ મામલે વધુ રાહ નહી જોઈ શકે.

ઉલ્લેખનીય છે કે, પાડોશી દેશ પાકિસ્તાન કાશ્મીરના મામલે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ માં સામેલ 57 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવા માટે સાઉદી અરેબિયા પર દબાણ ઘણા સમયથી કરી રહ્યું છે,જો કે સાઉદી એરેબિયા તેમની વાત પર ધ્યાન આપતું નથી.

વિદેશ મંત્રીનું કહેવું છે  કે,પાકિસ્તાનની માંગ છે કે સાઉદી અરેબિયા કાશ્મીર મામલે મુસ્લિમ દેશોની બેઠક બાલાવા માટે પહેલ કરે કારણ કે આ પહેલા પાકિસ્તાનએ સાઉદી અરેબિયાની વાત માની હતી અને મલેશિયામાં યોજાયેલ ઈસ્લામિક દેશોના સંમેલનમાં હાજર નહોતું રહ્યું પાકિસ્તાનના મત પ્રમાણે આ બેઠક નહી યોજાવવા પાછળનું મુખ્ય કારણ સાઉદી એરેબિયા છેે

ઉલ્લેખનીય છે કે કાશ્મીર મુદ્દે સાઉદી પાકિસ્તાનને સાથ આપી રહ્યું નથી અને સાઉદીનો દબદબો અનેક મુસ્લિમ દેશઓ પર છે માટે આ સંગઠનની બેઠક માચટે તે સાઉદી અરેબિયાને આગળ કરી રહ્યું છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code