ઢાકા: બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ફરી એકવાર જમ્મુ-કાશ્મીર મામલે પોતાનું વલણ યથાવત હોવાનુ જણાવીને કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો હોવાનું જણાવ્યું છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે બાંગ્લાદેશ આ વાત પર કાયમ છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370ને હટાવવો ભારતનો આંતરીક મામલો છે. બાંગ્લાદેશે સિદ્ધાંત તરીકે હંમેશા આ વાતની તરફદારી કરી છે કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા તથા વિકાસ તમામ દેશોની પ્રાથમિકતા હોવી જોઈએ.
મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનનો એક સમયે ભાગ રહેલા બાંગ્લાદેશે પંજાબી ભાષી મુસ્લિમોની દાદાગીરી સામે શેખ મુજીબુર રહમાનના વડપણ હેઠળ બળવો કર્યો હતો. બાંગ્લાદેશ 1971ની ભારત અને પાકિસ્તાનની લડાઈ બાદ અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં 90 ટકા જેટલા મુસ્લિમ છે.