ઓબીસી અનામતમાં 1900 જાતિઓને અલગથી આઠથી દશ ટકા વધારાનો કોટા આપવાની તૈયારી છે. કમિશન ઓફ એગ્ઝામિન સબ-કેટેગોરાઈઝેશન ઓફ ઓબીસીએ પોતાના રિપોર્ટમાં આના સંદર્ભેની માગણી રજૂ કરી છે. આ સમિતિ દેશમાં ઓબીસી અનામતની પરિસ્થિતિ શું છે અને તેનો કઈ-કઈ જાતિઓને ફાયદો પહોંચી રહ્યો છે, તે જાણકારી મેળવવા માટે બનાવવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, 2633 જાતિઓ જેમણે ઓબીસી અનામત પ્રાપ્ત છે, તેમાથી 1900 જાતિઓને આનો ફાયદો મળી રહ્યો નથી. આ 1900માંથી અડધી જાતિઓ એવી છે કે જેમને અનામત હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં માત્ર ત્રણ ટકા ફાયદો થઈ શકયો છે. ત્યારે બાકી બચેલી જાતિઓને ગત પાંચ વર્ષમાં આનો કોઈ ફાયદો મળ્યો નથી. આ જાતિઓની રિઝર્વેશનવાળી નોકરીઓમાં ભાગીદારી ત્રણ ટકા પણ નથી.
મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે સેવાનિવૃત્ત જસ્ટિસ જી. રોહિનીની અધ્યક્ષતામાં બીજી ઓક્ટોબર-2017ના રોજ સમિતિની રચના કરી હતી. ફાઈનલ રિપોર્ટ સોંપવા માટે ઘણીવાર સમિતિનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. 31 મેના રોજ સમિતિનો રિપોર્ટ સોંપવાનો આખરી દિવસ છે. પરંતુ સમિતિએ 31 મેથી પહેલા જ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે.
સમિતિ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યુ છે કે આ 1900 જાતિઓમાંથી વધારે અનામતનો લાભ ઉઠાવવામાં એટલા માટે અસમર્થ છે, કારણ કે તેઓ સંખ્યામાં ઓછા છે. આ અસમાનતાને દૂર કરવા માટે ઓબીસી કોટામાં આઠથી દશ ટકા વધારાના કોટાની ભલામણ કરવામાં આવી છે. આનાથી કુલ સીટો પર બેથી ત્રણ ટકાનો ફરક પડશે અને આ બીજી જાતિઓને પ્રભાવિત પણ કરશે નહીં. ઉદાહરણ તરીકે જો તમામ ઓબીસી કોટા હેઠળ 270 બેઠકો અનામત છે, તો 1900 જાતિઓને આમાથી માત્ર સાત બેઠકો પર જ અનામતનો ફાયદો મળી રહ્યો છે. પરંતુ જો સમિતિની ભલામણને માની લેવામાં આવે છે, તો પછી 27 બેઠકો પર આ જાતિઓને અનામતનો ફાયદો મળશે.