1. Home
  2. revoinews
  3. ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઇક, 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ
ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઇક, 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

ભારત સરકારની ડિજીટલ સ્ટ્રાઇક, 43 મોબાઇલ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

0
Social Share
  • ભારતની રક્ષા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરારૂપ 43 એપ્લિકેશન પર સરકારે પ્રતિબંધ લગાવ્યો
  • ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A હેઠળ આ એપ્સ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી
  • એપ્સમાં અલિબાબા વર્કબેંચ, અલિ એક્સપ્રેસ, સ્નેક વીડિયો સહિતની એપ્સ સામેલ

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન અગાઉ ભારતે ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે વધુ 43 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ કલમ 69 A અંતર્ગત ભારતમાં યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી 43 મોબાઇલ એપ્લિકેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ એપ્લિકેશન વિરુદ્વ કેન્દ્ર સરકારને ફરિયાદો મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો કરી શકતી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને એપ્સ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કઈ કઈ એપ પર મૂકાયો પ્રતિબંધ?

1) AliSuppliers Mobile App
2) Alibaba Workbench
3) AliExpress – Smarter Shopping, Better Living
4) Alipay Cashier
5) Lalamove India – Delivery App
6) Drive with Lalamove India
7) Snack Video
8) CamCard – Business Card Reader
9) CamCard – BCR (Western)
10) Soul- Follow the soul to find you
11) Chinese Social – Free Online Dating Video App & Chat
12) Date in Asia – Dating & Chat For Asian Singles
13) WeDate-Dating App
14) Free dating app-Singol, start your date!
15) TrulyChinese – Chinese Dating App
16) TrulyAsian – Asian Dating App
17) ChinaLove: dating app for Chinese singles
18) DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
19) AsianDate: find Asian singles
20) FlirtWish: chat with singles
21) Guys Only Dating: Gay Chat
22) Tubit: Live Streams
23) WeWorkChina
24) First Love Live- super hot live beauties live online
25) Rela – Lesbian Social Network
26) Cashier Wallet
27) MangoTV
28) MGTV-HunanTV official TV APP
29) WeTV – TV version
30) WeTV – Cdrama, Kdrama&More
31) WeTV Lite
32) Lucky Live-Live Video Streaming App
33) Taobao Live
34) DingTalk
35) Identity V
36) Isoland 2: Ashes of Time
37) BoxStar (Early Access)
38) Heroes Evolved
39) Happy Fish
40) Jellipop Match-Decorate your dream island!
41) Munchkin Match: magic home building
42) Conquista Online II
43) Adore App

ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ભારતીય સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર તેમજ ગૃહ બાબતોના મંત્રાલય પાસેથી મળેલા વિવિધ રિપોર્ટ્સના આધારે આ કાર્યવાહી કરી છે. અગાઉ પણ ભારતે 118 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code