1. Home
  2. revoinews
  3. આ વર્ષનું ઇસરોનું પ્રથમ મિશન: 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇટ કરશે લૉન્ચ
આ વર્ષનું ઇસરોનું પ્રથમ મિશન: 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇટ કરશે લૉન્ચ

આ વર્ષનું ઇસરોનું પ્રથમ મિશન: 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇટ કરશે લૉન્ચ

0
Social Share
  • વર્ષ 2020માં ઇસરોનું પ્રથમ મિશન
  • ઇસરો 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇન કરશે લૉન્ચ
  • આ સેટેલાઇટથી દુશ્મનો પર રખાશે બાજ નજર

નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ વર્ષનો પહેલો સેટેલાઇટ નવેમ્બરમાં લોન્ચ કરશે. 7 નવેમ્બરના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 3.02 મિનિટે આ સેટેલાઇટ લૉન્ચ કરાશે. ઇસરોએ આ જાણકારી આપી હતી.

ઇસરો અનુસાર, સેટેલાઇટ ‘EOS-01’ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)ને PSLV-C 49 રોકેટ દ્વારા લૉન્ચ કરાશે. તે ઉપરાંત 9 કસ્ટમર સેટેલાઇટ પણ લૉન્ચ કરવામાં આવશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક કર્મશિયલ એગ્રીમેન્ટ અંતર્ગત આ સેટેલાઇને લૉન્ચ કરવામાં આવી રહ્યા છે.

દુશ્મનો પર રાખશે બાજ નજર

‘EOS-01’ અર્થ ઓબ્ઝર્વેશન રિસેટ સેટેલાઇટની એક એડવાન્સ્ડ સિરીઝ છે. સેટેલાઇટના સિન્થેટિક અપર્ચર રડાર (SAR)માં કોઇપણ સમયે અને મોસમમાં પૃથ્વી પર નજર રાખવાની ક્ષમતા છે. આ સેટેલાઇટ વાદળોની વચ્ચે પણ પૃથ્વી પર નજર રાખી શકે છે. તેનાથી દુશ્મનોની ગતિવિધિઓ પર પણ બાજ નજર રાખી શકશે અને ભારત દુશ્મનની દરેક ચાલથી સતર્ક રહી શકશે.

આ સેટેલાઇટથી ભારતીય સેનાને ઘણી મદદ મળી રહેશે. સેટેલાઇટની મદદથી ચીન સહિત તમામ દુશ્મનો પર નજર રાખવામાં સરળતા રહેશે. આ ઉપરાંત સેટેલાઇટનો ઉપયોગ ખેતી, ફોરેસ્ટ્રી અને પૂરની સ્થિતિ પર નજર રાખવા જેવી સિવિલ એપ્લિકેશન માટે પણ કરાશે.

આ મિશન બાદ ઇસરો બીજા મિશનની પણ તૈયારીમાં છે. ઇસરો ડિસેમ્બરમાં જીસેટ-12 કમ્યુનિકેશન સેટેલાઇટને PSLV-C50 રોકેટ દ્વારા લોન્ચ કરવાની તૈયારીમાં છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code