1. Home
  2. ચેન્નાઈને 1 રનથી હરાવીને ચોથી વાર મુંબઈ બન્યું IPL ચેમ્પિયન, ધોની-વોટ્સનની રનઆઉટ વિકેટ બની મેચનો ટર્નિંગ પોઇન્ટ

ચેન્નાઈને 1 રનથી હરાવીને ચોથી વાર મુંબઈ બન્યું IPL ચેમ્પિયન, ધોની-વોટ્સનની રનઆઉટ વિકેટ બની મેચનો ટર્નિંગ પોઇન્ટ

0

મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની 12મી સીઝનની ચેમ્પિયન ટીમ બની. રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમવામાં આવેલી ફાઇનલ મેચમાં મુંબઈએ ચેન્નાઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવી દીધી. ચેન્નાઈને 2 રનઆઉટ ભારે પડી ગયા. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને 2 રન પર 13મી ઓવરમાં ઇશાન કિશને રનઆઉટ કર્યા. જ્યારે, શેન વોટ્સન 59 બોલ્સમાં 80 રન બનાવ્યા પછી છેલ્લી ઓવરના ચોથા બોલ પર રનઆઉટ થઈ ગયા. ત્યારબાદ ચેન્નાઈ છેલ્લા 2 બોલ્સમાં 4 રન ન બનાવી શકી અને મુંબઈ ચેમ્પિયન બની ગયું.

મુંબઈ ઇન્ડિયન્સ હવે આઇપીએલની સૌથી સફળ ટીમ બની ગઈ છે. તેણે છેલ્લા 7 વર્ષોમાં ચોથી વાર આ ખિતાબ જીત્યો છે. આ પહેલા તે 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની ચૂક્યું છે. મુંબઈએ 2017માં પણ એક રનથી ફાઈનલ જીતી હતી, ત્યારે તેણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને 1 રનથી હરાવી હતી. આ ત્રીજીવાર છે જ્યારે મુંબઈએ ફાઇનલમાં 150 રનથી ઓછા સ્કોરને ડિફેન્ડ કર્યો છે. જસપ્રીત બુમરાહને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તે 2017ની ફાઇનલમાં પણ મેન ઑફ ધ મેચ બન્યો હતો.

આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો. તેણે 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા. લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન જ કરી શકી. ચેન્નઇ તરફથી શેન વોટ્સને સૌથી વધુ 80 રન કર્યા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 2, જ્યારે કુણાલ પંડ્યા, લસિથ મલિંગા અને રાહુલ ચાહરે 1-1 વિકેટ લીધી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.