1. Home
  2. revoinews
  3. એક્ઝિટ પોલ જેવા પરિણામોથી મોદી પહેલા કરતા બનશે વધુ મજબૂત: શું શક્ય બનશે આ દશ મોટા મિશન ?
એક્ઝિટ પોલ જેવા પરિણામોથી મોદી પહેલા કરતા બનશે વધુ મજબૂત: શું શક્ય બનશે આ દશ મોટા મિશન ?

એક્ઝિટ પોલ જેવા પરિણામોથી મોદી પહેલા કરતા બનશે વધુ મજબૂત: શું શક્ય બનશે આ દશ મોટા મિશન ?

0

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના કાઉન્ટડાઉન વચ્ચે હવે સૌની નજર 23મી મેના રોજ મતગણતરી બાદ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. 23મી મેના પરિણામો પહેલા સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તેવી શક્યતા છે અને તે પણ મોટી શક્તિ સાથે. આ એક્ઝિટ પોલની સાથે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે કે જો એક્ઝિટ પોલના આ પરિણામો સાચા સાબિત થશે, તો કેન્દ્રમાં મોદી સરકારની શક્તિ વધે તેવી શક્યતા છે.

જો મોદી સરકાર કેન્દ્રમાં એક મોટી શક્તિ સાથે વાપસી કરે છે, તો ભાજપને પોતાના એવા કામને પુરા કરવાનો મોકો મળશે કે જે લાંબા સમયથી તેના એજન્ડામાં હતા. પછી ચાહે તે રામમંદિર નિર્માણની વાત હોય અથવા તો પછી એક દેશ એક ચૂંટણીની વાત હોય, ઘણાં એવા મુદ્દા છે કે જે ભાજપની વર્ક ટૂ ડૂની યાદીમાં સામેલ છે.

તો ક્યાં મુદ્દા પર મોટી શક્તિ સાથે નિર્ણય કરી શકશે ભાજપ

રામમંદિર માટે જમીન સંપાદન

અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે 1990થી જ આંદોલન ચાલી રહ્યું છે. ભાજપ દરેક વખતે બંધારણ પ્રમાણે મંદિર નિર્માણની વાત કરે છે. તો બીજી તરફ તેમના ટેકેદારો દ્વારા દબાણ બનાવાય છે. હવે જો કેન્દ્રમાં ભાજપ એક મોટી શક્તિ સાથે સત્તામાં આવે છે, તો કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને વિવાદીત જમીનની આસપાસની ભૂમિને સંપાદીત કરવાનો મોટો નિર્ણય લઈ શકે છે અથવા તેના તરફથી કોઈ મોટું પગલું ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.

કલમ – 370 પર નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી આક્રમક રહી છે. દરેક વખથે તેને હટાવવાની વાત કરતી રહી છે, અમિત શાહે પણ આખા ચૂંટણી પ્રચાર અભિયાનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.  ભાજપના હાથમાં પ્રચંડ બહુમતીવાળી સત્તા હશે અને આ મુદ્દા પર પગલા ઉઠાવવામાં આવશે, તો તે આશ્ચર્યની વાત નહીં હોય. કલમ-370 હેઠળ જમ્મુ-કાશ્મીરને એક વિશેષ રાજ્યનો અધિકાર મળ્યો છે. તેના પ્રમાણે ત્યાં જમ્મુ-કાશ્મીર સિવાયનો કોઈ વ્યક્તિ જમીન ખરીદી શકતો નથી.

કલમ-35એ પણ હટાવાય તેવી શક્યતા

કલમ-370 હેઠળ જ અનુચ્છેદ-35એ પણ જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલો મોટો મુદ્દો છે. તેના ઉફર પણ આરપારની લડાઈ થઈ રહી છે. અનુચ્છેદ-35એ પણ કલમ-370નો જ એક હિસ્સો છે, જે કાશ્મીરને વિશેષાધિકાર આપે છે. ત્યાની પ્રાદેશિક પાર્ટીઓ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ તેને હટાવવાની વિરુદ્ધ દેખાવ કરી રહ્યા છે. તેને લઈને હાલ સુપ્રીમ કોર્ટમા પણ એક મામલો ચાલી રહ્યો છે.

એક દેશ એક ચૂંટણી તરફ આગળ વધવાની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં એક સાથે એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરવાની વાત ઘણાં લાંબા સમયથી છે. તેઓ આને લઈને રાજ્યો સાથે વાત પણ કરતા આવ્યા છે. પરંતુ વાત બની શકી નથી. હવે જ્યારે સંપૂર્ણપણે સત્તા ભાજપના હાથમાં હશે, તો મોદી વન નેશન-વન ઈલેક્શનનો પોતાનો એજન્ડા પણ પૂર્ણ કરી શકશે.

ટ્રિપલ તલાક બિલ પર નિર્ણય શક્ય

મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની વાત કરીને ભાજપે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. જેમાં પત્નીને એક સાથે ત્રણ તલાક કહીને છૂટાછેડા આપનારા પુરુષો વિરુદ્ધ એક્શનની વાત કહેવામાં આવી છે. ભાજપ આ બિલને લોકસભા-રાજ્યસભામાં લઈ જઈ ચુક્યું છે.

NRCના મુદ્દા પર ભાજપને મળી તાકાત

પૂર્વોત્તરમાં એનઆરસીનો મુદ્દો હાલની ચૂંટણીમાં છવાયેલો રહ્યો છે. આસામ અને અરુણાચલ પ્રદેશમાં જે પ્રકારે વિરોધ છતાં ભાજપ આ મુદ્દા પર આગળ વધી તેનાથી તે વિપક્ષ પર આક્રમક છે. ભાજપે એનઆરસીને આખા દેશમાં લાગુ કરવાનો વાયદો કર્યો છે. તેવામાં એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થશે, તો નવી કેન્દ્ર સરકાર તેને હકીકતમાં તબ્દીલ કરી શકે છે.

સમાન નાગરીક ધારો

દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દો પણ ભાજપના એજન્ડામાં ઘણાં લાંબા સમયથી છે. એટલે કે કોઈપણ ધાર્મિક કાયદાના સ્થાને માત્ર બંધારણનો કાયદો ચાલશે. તેના હેઠળ દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, મિલ્કતના અધિકાર નિયમિત કરી શકાય છે. એક્ઝિટ પોલના પરિણામ યોગ્ય સાબિત થાય છે, તો ભારતીય જનતા પાર્ટી આના માટે પણ પગલા આગળ વધારે તેવી શક્યતા છે.

સવર્ણ અનામત પર વધારી શકે છે પ્રમાણ

મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં સવર્ણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપ્યું છે. જો ફરીથી એકવાર મોદી સરકાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવે છે, તો સરકાર આ પ્રમાણને વધારવા તરફ પગલા આગળ વધારી શકે છે. આર્થિક આધાર પર અનામત ભાજપ અને આરએસએસના એજન્ડામાં લાંબા સમયથી રહેલા મુદ્દા છે.

પાકિસ્તાન-આતંકવાદ પર આર યા પાર

282 બેઠકોના દમ પર ભાજપની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું હતું. પછી ચાહે તે સર્જિકલ સ્ટ્રાઈક હોય અથવા તો પછી એરસ્ટ્રાઈક હોય. એક્ઝિટ પોલ પ્રમાણે, જો ભાજપ ફરીથી સત્તામાં આવે છે, તો પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણય લેવામાં તેને પ્રંચડ બહુમતી ઘણી મદદગાર સાબિત થશે.

નોટબંધી/ જીએસટી જેવા મોટા પગલા

પુરોગામી સરકારે નોટબંધી અને જીએસટી જેવા મોટા પગલા ઉઠાવ્યા હતા. તેનાથી સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. વિપક્ષે આ નિર્ણયોની ટીકા કરી, પરંતુ મોદી સરકાર પુરી શક્તિથી આગળ વધી. મોદી હજીપણ બેનામી મિલ્કત સહીત ઘણાં એવા મુદ્દા ઉઠાવી રહ્યા છે કે જે પૂર્ણ બહુમતવાલી સરકાર માટે આગામી કાર્યકાળના મુદ્દા બની શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code