સાહીન મુલતાની-
સામગ્રી
- 250 ગ્રામ – ઘંઉનો લોટ
- 500 ગ્રામ – બટાકા (બાફીને કોરા કરીલો ત્યાર બાદ ક્રશ કરીલો)
- 3 નંગ- મોટા કાંદા (જીણા જીણા સમારેલા)
- 1 પેકેટ- મેગી મેજીક સમાલો
- 1 ચમચી – ગરમ મસાલો ( પાઁઉભાજી,સબજી કે કોઈ પણ પ્રકારનો)
- 2 ચમચી – લાલ મચરાનો પાવડર
- 1 ચમચી – વરીયાળી (અધકચરી ક્રશ કરેલી)
- 1 ચમચી- સુકા ધાણા (અધકચરા વાટી લેવા)
- જરુર પ્રમાણે – હરદળ
- સ્વાદ મુજબ – મીઠૂં
- અડધો કપ – લીલા ધાણા (જીણાં સમારેલા)
- તેલ -તળવા માટે
કચોરીનો લોટ બાંધવાની રીત-સૌ પ્રથમ ધંઉના લોટમાં થોડૂં તેલ નાખવું,ત્યાર બાદ તેમાં અજમો,મીઠૂં,હરદળ અને તલ નાંખીને રોટલીના લોટ જેવી કણક બાંધીને તૈયાર કરી લેવી,તેના એક સરખા મોટી પુરી વણાય તે સાઈઝના લુઆ કરી લેવા.
બટાકાનો માવો તૈયાર કરવાની રીત– સૌ પ્રથમ બટાકાને બાફીને છાલ કાઢીને પાણી ન રહે તે રીતે બરાબર કોરા કરી લેવા,ત્યાર બાદ બટાકાને છીણીમાં ક્રશ કરી લેવા જેથી બટાકાના ગાંગળા ન રહે,હવે આ બટાકાના છીંણમાં મીઠૂં,હરદળ,જીણા સમારેલા કાંદા,લીલા ધાણા,સુકા ધાણા,વરીયાળી,લાલ મરચાનો પાવડર,મેગી મસાલો અને ગરમ મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લેવું, તૈયાર છે કચોરીનો આલુ મસાલો.
હવે ઘંઉના લોટના જે લુઆ કર્યા છે તેની થોડી મોટી સાઈઝની કચોરી બને તે રીતની પુરી વણવી,હવે આ પુરીમાં બટાકાનો માવો ભરીને કચોરી વાળી લેવી,આ રીતે એક બાદ એક દરેક લુવાની કચોરી તૈયાર કરીલો,હવે એક કઢાઈમાં તેલ ગરમ કર, તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી નાંખો અને બ્રાઉન થાય ત્યા સુધી તળીલો,હવે તૈયાર છે આલું પ્યાઝ કચોરી ,જેને તમે આમલી-ગોળની ચટણી અને લીલા ધાણા-મચરાની તીખી ચટણી તથા સેવ,કાંદા અને ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.
આ કચોરી ઘઉંના લોટની હોવાથી જલ્દી નરમ પડી જાય છે જેથી તેને તેલમાંથી ગરમ કાઢીને તરત ખાવી જોઈએ,ટેસ્ટમાં એકદમ સ્વાદિષ્ટ હશે અને ગરમ ગરમ આલુ પ્યાઝની કચોરી ખાવાની મજાજ કંઈક ઓર છે,આજે જ તમારા ઘરે નાસ્તામાં આ કચોરી ટ્રાય કરો.બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે.