અત્યાર સુધીમાં 12 સીટ્સ પર બીજેપી જીત નોંધાવી ચૂકી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાં ગુના સીટ પરથી હારી ગયા છે.
દેશમાં 2 સીટ્સ પર ભાજપની જીત, વારાણસીમાં પીએમ મોદી 3.85 લાખ વોટ્સથી જીત્યા જ્યારે ગાંધીનગર સીટ પર અમિત શાહ 5 લાખ વોટ્સથી જીત્યા, અમેઠીમાં સ્મૃતિ ઇરાની 17,000 વોટ્સથી આગળ
કેરળમાં વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી 7,90,000 વોટ્સથી આગળ
પટના સાહિબ સીટ પરથી શત્રુઘ્ન સિંહા 1,44,249 વોટ્સથી પાછળ
પશ્ચિમ બંગાળમાં આસનસોલ સીટ પરથી ટીએમસીના મુનમુન સેન ભાજપના બાબુલ સુપ્રિયોથી 65,000 વોટ્સ પાછળ
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા 96 હજાર જ્યારે દિગ્વિજય સિંહ 1.37 લાખ વોટ્સથી પાછળ
નરેન્દ્ર મોદીને ભારતની જનતાએ આપી 2014થી પણ વધુ સીટ્સ, સમગ્ર દેશમાં જબરદસ્ત મોદી લહેર
ગુજરાત, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ , રાજસ્થાન આ તમામ રાજ્યોની તમામ લોકસભા સીટ્સ પર બીજેપી આગળ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસને 1 સીટ નહીં
હૈદરાબાદ સીટ પરથી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના લીડર અસદુદ્દીન ઓવૈસી 85,000 નોટ્સ સાથે આગળ
રવિકિશન ગોરખપુર સીટ પર 1 લાખ વોટ્સથી આગળ
શેરબજારે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ પહેલી વખત 40 હજાર અંકોને પાર
ગુજરાતમાં તમામ 26 સીટ્સ પર ભાજપ આગળ, ગાંધીનગર સીટ પર અમિત શાહ 3 લાખ વોટ્સથી આગળ
કેરળમાં તમામ સીટ્સ પર કોંગ્રેસ આગળ, કોંગ્રેસ ફક્ત બે રાજ્યોમાં આગળ
શરૂઆતના વલણોમાં એકલા બીજેપીએ જ મેળવ્યો પૂર્ણ બહુમત, દેશભરમાં ચાલી મોદી લહેર
પશ્ચિમ બંગાળમાં ચાલી રહી છે કાંટાની ટક્કર, 19 સીટ્સ પર ટીએમસી જ્યારે બીજેપી 22 સીટ્સ પર આગળ
લખનઉ સીટ પરથી રાજનાથ સિંહ 10 હજાર વોટ્સથી આગળ
રામપુર સીટ પરથી જયાપ્રદા આગળ, આઝમ ખાન પાછળ
ગુરદાસપુર સીટ પરથી સની દેઓલ આગળ
ઉન્નાવ સીટ પરથી સાક્ષી મહારાજ આગળ, યુપીમાં કન્નૌજ સીટથી ડિમ્પલ યાદવ પાછળ, મેનપુરીથી મુલાયમસિંહ યાદવ આગળ
મધ્યપ્રદેશમાં ગુના સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા, ભોપાલ સીટ પરથી દિગ્વિજય સિંહ પાછળ
નોર્થ મુંબઈથી ઉર્મિલા માતોંડકર પાછળ
જોધપુરથી અશોક ગેહલોતના પુત્ર પાછળ