1. Home
  2. revoinews
  3. ચીન વિવાદીત ક્ષેત્રમાં 100 વખત ઘૂસ્યું, તો ભારત 200 વખત: લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાને
ચીન વિવાદીત ક્ષેત્રમાં 100 વખત ઘૂસ્યું, તો ભારત 200 વખત: લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાને

ચીન વિવાદીત ક્ષેત્રમાં 100 વખત ઘૂસ્યું, તો ભારત 200 વખત: લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાને

0
Social Share
  • ભારત ચીનને આપી રહ્યું છે એલએસી પર “જેવા સાથે તેવાની” રણનીતિથી જવાબ
  • એલએસી પર ચીને 100 વખત અતિક્રમણ કર્યું, તો ભારતે 200 વખત
  • ડોકલામ ગતિરોધ સમયે ચીનની “પ્રાદેશિક દાદા”ની હેકડીની નીકળી હતી હવા

કોલકત્તા : ભારતીય સેનાના મનોનીત નાયબ અધ્યક્ષ લેફ્ટિનેન્ટ જનરલ એમ. એમ. નરવાનેએ મંગળવારે કહ્યુ છે કે જો ચીને એલએસી પર વિવાદીત ક્ષેત્રમાં 100 વખત અતિક્રમણ કર્યું છે, તો ભારતીય સેનાએ 200 વખત આમ કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે ચીને ડોકલામ ગતિરોધ સમયે પ્રાદેશિક દાદા તરીકે કામ કર્યું. હાલ પૂર્વ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ નરવાનેએ કહ્યુ છે કે ચીને સમજવું જોઈએ કે ભારતીય સેના એવી નથી રહી જેવી 1962માં ચીન-ભારત યુદ્ધ વખતે હતી.

મંગળવારે લેફ્ટિનેન્ટ જનરલ નરવાનેએ કોલકત્તામાં ભારત ચેમ્બર ઓફ કોમર્સમાં ડિફેન્ડિંગ અવર બોડર્સ પર સંવાદ દરમિયાન કહ્યુ હતુ કે ડોકલામ ગતિરોધથી સ્પષ્ટ સંકેત મળ્યા હતા કે ભારતીય સશસ્ત્ર દળ કમજોર પડયા નથી. જ્યારે ભૂતપૂર્વ વાયુસેનાધ્યક્ષ અને ચેમ્બરની સુરક્ષા ઉપ સમિતિના સદસ્ય એર ચીફ માર્શલ અરુપ રાહાએ 1962ના યુદ્ધમાં મળેલા બોધપાઠ અને તેના બાદ સમસ્યાઓનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલા સંદર્ભે પુછયું, તો લે. જનરલ નરવાનેએ કહ્યુ હતુ કે આપણે હવે 1962વાળી સેના નથી. જો ચીન કહે છે કે ઈતિહાસ બૂલો નહીં, તો આપણે પણ આ વાત કહેવી છે.

તેમણે કહ્યુ હતુ કે ભારત 1962થી ઘણું આગળ નીકળી ગયું છે અને 2017ના ડોકલામ ગતિરોધ દરમિયાન ચીનની કોઈ તૈયારી દેખાઈ રહી ન હતી. લે. જનરલ નરવાનેએ કહ્યુ છે કે તેમણે વિચાર્યું કે તેઓ પ્રાદેશિક દબંગ બનીને નીકળી જશે. પરંતુ આપણે દાદાગીરી સામે ઉભા રહ્યા. તેમણે કહ્યુ કે ભારતીય સશસ્ત્ર દળ કોઈપણ દુશ્મનનો મુકાબલો કરવા માટે સક્ષમ છે. તેમણે કહ્યુ છે કે ડોકલામમાં ગતિરોધ બાદ કેટલીક ગતિવિધિઓના અહેવાલ સાંભળવામાં આવ્યા હતા. આ અહેવાલો પણ સંપૂર્ણપણે ખોટા નથી. બંને તરફ ગતિવિધિઓ થઈ. જે વર્ષભર ચાલતી રહી છે, વર્ષોથી ચાલતી રહી છે. તેમમે બે નવી બેરેક બનાવી છે, આપણે પણ બે નવી બેરેક બનાવી છે.

પૂર્વ સૈન્ય કમાનના કમાન્ડરે 1962ના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે આ ભારત માટે સેનાની નહીં, પરંતુ રાજકીય પરાજય હતી, કારણ કે સેનાના તમામ એકમો જીવનસટોસટીનો જંગ લડયા હતા. તેમણે કહ્યુ છે કે જ્યારે ભારતીય સેનાના એકમોને દ્રઢતાથી લડવાનું કહેવામાં આવ્યું, તો તેમે પુરા સમ્માનની સાથે ખુદને રજૂ કરી દીધા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code