1. Home
  2. revoinews
  3. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર રિલીઝ

0
Social Share
  • ‘લક્ષ્મી બોમ્બ’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
  • અક્ષયની સાથે જોવા મળશે કીયારા અડવાણી
  • આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ થશે રીલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ને લઈને ફેંસમાં જબરદસ્ત ક્રેઝ છે. આ ફિલ્મની રીલીઝને લઇ અક્ષયના ફેંસ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે પરંતુ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે શુક્રવારે રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં અક્ષયનું એવું ભયંકર રૂપ દેખાય છે, જો કે, તેના ફેંસએ પહેલાં ક્યારેય જોયું નહીં હોય.

અક્ષય કુમારે ટ્રેલર તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું, “જ્યાં પણ હોવ ત્યાં અટકી જજો અને તૈયાર થઇ જાવ જોવા માટે લક્ષ્મી બોમ્બનું ટ્રેલર,કારણ કે વરસવા આવી રહી છે લક્ષ્મી.”

અક્ષયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને કિયારાનો ફોટો શેર કરીને ટ્રેલરના રિલીઝ સમયની જાહેરાત કરી હતી. અક્ષયે લખ્યું કે, “શું તમે પણ મારી અને કિયારાની જેમ લક્ષ્મી બોમ્બના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છો? ટ્રેલર 12:30 વાગ્યે રિલીઝ થશે. ”

અક્ષયના ફેંસને તેની આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કિયારા અડવાણી છે. તે એક હોરર-કોમેડી ફિલ્મ છે, આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સએ કર્યું છે.

ગુરુવારે અક્ષયે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ટ્રેલર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપતી વખતે અક્ષય કુમારે દાવો કર્યો હતો કે લોકો સૌથી મોટો વિસ્ફોટ જોવા જઈ રહ્યા છે. અક્ષય દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછીથી જ તેના ફેંસ ફિલ્મના ટ્રેલરને લઈને ખૂબ ઉત્સુક છે, કારણ કે આ ફિલ્મમાં અક્ષય એવા પાત્રમાં જોવા મળશે જે તેણે આ પહેલાં ક્યારેય ન કર્યું હોય.

અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – “હસશો, ડરશો અને પોતાના પરિવારજનો સાથે મળીને આવતીકાલે સૌથી મોટો વિસ્ફોટ જોશો.” આવતીકાલે લક્ષ્મી બોમ્બનું ટ્રેલર આવી રહ્યું છે. ”

કોરોનાવાયરસ કાળમાં ફિલ્મના નિર્માતા થિયેટરો ખુલવાની રાહ જોવાની જગ્યાએ ઓટીટી પ્લેટફોર્મ પર ફરી રહ્યા છે. અક્ષય કુમારની સ્ટારર ફિલ્મ લક્ષ્મી બોમ્બ મે મહિનામાં ઈદ નિમિત્તે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિઝની હોટ સ્ટાર પર રીલીઝ થશે.

_Devanshi

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code