નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાલ એક નવા મામલાને લઈને વિવાદમાં ફસાયા છે. મમતા બેનર્જી જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ભડકે છે. તાજેતરમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં સામેલ નહીં થઈને વિવાદનું કારણ બન્યા હતા. હવે મમતા બેનર્જીનો જય શ્રીરામના સૂત્રોચ્ચાર સામેનો અણગમો નવો વિવાદ બનીને સામે આવ્યો છે.
મમતા બેનર્જીની આવી હરકતને ભારતના ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે. જાણીતા કવિ કુમાર વિશ્વાસે પણ મમતા બેનર્જીના આવા વર્તન સામે બેહદ કટાક્ષ ભર્યા અંદાજમાં કટાક્ષ કર્યો છે.
કુમાર વિશ્વાસે ટ્વિટર પર ગોસ્વામી તુલસીદાસના દોહા દ્વારા મમતા બેનર્જી પર તેમનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે.
પોતાના ટ્વિટમાં કુમાર વિશ્વાસે લખ્યું છે કે ‘राम नाम मनिदीप धरु जीह देहरीं द्वार। तुलसी भीतर बाहेरहुँ जौं चाहसि उजिआर।। અર્થાત બાબા તુલસી કહે છે કે મનુષ્ય (હે દીદી) જો તમે અંદર-બહાર (કેન્દ્ર-રાજ્ય) બંને અને ઉજાલા (પ્રગતિ-શાંતિ-સુરાજ) ચાહો છો, તો મુખરૂપી દ્વારના જીભરૂપી ઉમરા પર રામનામ રૂપી મણિદીપને રાખો.
સોશયલ મીડિયા પર મમતા બેનર્જીનો એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના ટેકેદાર તેમની સામે જય શ્રીરામના સૂત્રો પોકરતા દેખાઈ રહ્યા છે. તો ભાજપના ટેકેદારોના આ વલણથી મમતા બેનર્જી પણ ઘણાં નારાજ દેખાઈ રહ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળના 24 પરગણાનો છે.
જાણકારી પ્રમાણે મમતા બેનર્જીનો કાફલો 24 પરગણા પહોંચ્યો હતો, ત્યારે ભાજપના ટેકેદારો દ્વારા જય શ્રીરામના સૂત્રો પોકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેને જોતા મમતા બેનર્જી ભડકી ઉઠયા હતા. આ ઘટના બાદ મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે આને ગુંડાગીરી ગણાવીને તેને સહન નહીં કરવાની ચેતવણી પણ આપી હતી.