જમ્મુ-કાશ્મીરઃસોપોરમાં લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફ ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકી હુમલાની ઘટના બનતી રહેતી હોય છે,ત્યારે  આતંકીઓથી ત્યાની જનતાને રક્ષંણ આપવા માટે સુરક્ષાદળના જવાનો ખડેપગે રહેતા હોય છે,ત્યારે આજે ભારતીય સેનાના જવાનોએ વહેલી સવારે એક આતંકીને ઠાર માર્યો હતો.

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીમે ઠાર માર્યો છે,સુરક્ષાદળોને આજે વહેલી સવારે એક આતંકી સંતાયો હોવાની ભાળ મળી હતી, આ ખબર મળતાની સાથે જ સુરક્ષાદળના જવાનોએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતુ,આ સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ આતંકવાદી આસિફને ઠાર મરાયો હતો, તાજેતરમાં જ  આસિફ નામના આતંકીએ સોપોરમાં ફાયરિંગ કર્યું હતુ જેમાં વિક્રેતાના પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular