1. Home
  2. revoinews
  3. NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ
NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ

NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ

0
Social Share
  • NDTVનો પત્રકાર શું દેશના વૈજ્ઞાનિકોની મહેનતથી ઉપર છે?
  • પત્રકારને વૈજ્ઞાનિકો પર ખોટી બૂમાબૂમ કરવાનો હક કેવી રીતે મળે છે?
  • વૈજ્ઞાનિકો પર બૂમાબૂમ કરનાર પત્રકારને ઈસરોની ગરિમાનો ખ્યાલ ન હતો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત આખો દેશ જ્યાં મૂન મિશન ચંદ્રયાન-2 માટે ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકો પર ગર્વ કરી રહ્યો છે,  ત્યારે એનડીટીવીના એક પત્રકારે પોતાની છીછરી હરકતોથી બાજ આવ્યો નથી. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ઈસરો સાથે સંપર્ક તૂટવાને કારણે પહેલા જ હતાશ વૈજ્ઞાનિકો પર બૂમો પાડનાર પત્રકાર મહોદયે સાબિત કરી દીધું કે આખા મિશનની 95 ટકા સફળતા તેના માટે કોઈ મહત્વ ધરાવતી નથી.

વાયરલ થયેલા વીડિયોમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવા આવેલા વૈજ્ઞાનિકો પર એક પત્રકારને બૂમો પાડતો સાંભળી શકાય ચે. પત્રકાર વૈજ્ઞાનિકો પર બૂમો પાડતા કહી રહ્યો છે કે આ એક પરંપરા છે કે જ્યારે કંઈ ખોટું થાય છે, તો ઈસરો પ્રમુખ મીડિયા સાથે વાત કરે છે. તો પછી તેઓ પ્રેસ કોન્ફરન્સમાં કેમ હાજર નથી? એટલું જ નહીં આ પત્રકારે પ્રેસ બ્રિફિંગ માટે આવેલા વૈજ્ઞાનિકોને જૂનિયર સુદ્ધાં કહી દીધા. તેણે કહ્યુ કે ઈસરો પ્રમુખે મીડિયા સાથે વાત કરવી જોઈતી હતી, કોઈ જૂનિયરને મોકલવા જોઈતા ન હતા.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પત્રકારના આવા પ્રકારના અશિષ્ટ અને અસભ્ય સવાલથી મીડિયાને બ્રીફ કરવા આવેલા વૈજ્ઞાનિક ઘણાં દુખી અને અસહજ થઈ જાય છે. વીડિયોમાં પત્રકારનો ચહેરો દેખાઈ રહ્યો નથી, પરંતુ બાદમાં ખબર પડી કે આવા પ્રકારનો અશિષ્ટ સવાલ કરનાર કોઈ અન્ય નહીં, પરંતુ એનડીટીવીનો પત્રકાર પલ્લવ બાગલા છે.

જો કે પલ્લવ બાગલાએ દેશની જનતાનો મૂડ અને મામલાને વધતો જોઈને માફી માગી લીધી છે. પરંતુ લોકોએ પલ્લવ બાગલા દ્વારા વૈજ્ઞાનિકો સાથે કરવામાં આવેલા વ્યવહાર બદલ ખૂબ ખિંચાઈ કરી છે. લોકોઓ તો પલ્લવ બાગલાનો ઈસરો ચીફ કે. સિવન સાથેનો ચંદ્રયાન-2ને લઈને કરવામાં આવેલા ઈન્ટરવ્યૂ પણ શેયર કર્યો છે.

આ વીડિયોમાં તમે તેના સવાલનું સ્તર જોઈને હેરાન થઈ જશો. ખાસ કરીને પલ્લવ બાગલા ઈસરો ચીફને સવાલ કરે છે કે ચંદ્રયાન-2 સાથે કેટલા અંતરીક્ષ યાત્રીઓને મોકલવામાં આવી રહ્યા છે? બાગલાના આવા સ્તરહીન સવાલ પર સિવન બેહદ ધીરજપૂર્વક સમજાવે છે કે આ એક સ્વચાલિત અને માનવ રહીત મિશન છે. આમા કોઈપણ અંતરીક્ષ યાત્રીને મોકલાઈ રહ્યા નથી.

મહત્વપૂર્ણ છે કે ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-2ની સફર પોતાની મંજિલથી માત્ર 2.1 કિલોમીટર પહેલા થંભી ગઈ હતી. ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગથી માત્ર 2.1 કિલોમીટરના અંતર પહેલા કંટ્રોલરૂમ સાથે સંપર્ક તૂટી ગયો. ઈસરોના એક અધિકારી પ્રમાણે, ચંદ્રયાન-2નું મિશન પાંચ ટકા નિષ્ફળ ગયું છે. પીએમ મોદીએ પણ વૈજ્ઞાનિકોનો જોશ વધારતા કહ્યુ હતુ કે દેશને તેમના ઉપર ગર્વ છે. તેમણે આ દેશની મોટી ઉપલબ્ધિ ગણાવતા કહ્યુ હતુ કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. ભવિષ્યમાં સર્વશ્રેષ્ઠની આશા કરીએ. એક વીડિયોમાં પીએમ મોદી ઈસરો ચીફને ગળે લગાવીને તેમની હિંમત વધારતા દેખાઈ રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code