1. Home
  2. revoinews
  3. પીએમ મોદી તરફથી મુંબઈ નગરીને મેટ્રોની ભેંટઃઉદ્ધાટન પહેલા કરી ગણેશ પૂજા
પીએમ મોદી તરફથી મુંબઈ નગરીને મેટ્રોની ભેંટઃઉદ્ધાટન પહેલા કરી ગણેશ પૂજા

પીએમ મોદી તરફથી મુંબઈ નગરીને મેટ્રોની ભેંટઃઉદ્ધાટન પહેલા કરી ગણેશ પૂજા

0
Social Share
  • મહારાષ્ટ્ર ચૂંટણીના પડઘમ પહેલા પીએમ મુંબઈની મુલાકાતે
  • પીએમ મોદીએ મેટ્રોનું ઉદ્ધઘાટન કર્યું
  • ત્રણ નવી મેટ્રો લાઈનમુંબઈમાં શરુ થશે
  • વિલે પાર્લેમાં તિલક મંદીરમાં ગણેશજીની પૂજા કરી
  • ત્રણ મેટ્રો લાઇનોનું કામ 2026 સુધીમાં પૂર્ણ થશે

દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ મુંબઈની કેટલીક મેટ્રો યોજનાનું ઇદ્ધાટન અને શિલાન્યાસ કર્યું હતું,આ શૂભ કાર્ય કરતા પહેલા પીએમ મોદીએ ગણપતિની પૂજા અર્ચના કરી હતી,મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી  દેવેન્દ્ર ફડળવીસ અને ગવર્નર ભગત સિંહ કોશિયારીએ એરપોર્ટ પર જઈને મોદીની આગેવાની કરી હતી.

આ દિવસોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે પ્રધાન મંત્રી મોદીજીએ 19 હજાર કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલા અન્ય ત્રણ મેટ્રો કૉરિડૉરની આધારશીલા રાખી હતી,પરંતુ આ કાર્ય કરતા પહેલા મોદીજીએ મુંબઈ સ્થિત વિલે પાર્લેમાં લોકમાન્ય સેવા સંઘ તિળક મંદીરમાં ગણેશજીની પૂજા અર્ચના કરીને આ શૂભ કાર્યને પાર પાડ્યું હતું,.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મોદીએ આરે કોલોની વિસ્તારમાં મેટ્રો બિલ્ડિંગ માટે ભૂમિપૂજન કર્યું હતું. જોકે,પર્યાવરણ કાર્યકરોએ મહારાષ્ટ્ર સરકારના આરે કોલોનીમાં મેટ્રો પ્રોજેક્ટનું મુખ્ય કારશૅડ બનાવવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો કારણ કે આ પ્રોજેક્ટ માટે મોટી સંખ્યામાં ઝાડ કાપવાની જરૂરત ઊભી થશે જેને લઈને પર્યાવરણની ચિંતા વ્યક્ત કરતા પર્યાવરણ પ્રેમીઓએ આ વાતનો વિરોધ કર્યો હતો.

ત્રણ મેટ્રો પરિયોજના જેમાં પ્રધાનમંત્રી મોદીએ ઘોષણા કરી હતી તેમાં 9.2-કિલોમીટર ગૈમુખ-શિવાજી ચૌક મેટ્રો-10 કોરિડૉર વેલા છે.12.8 કિલા મીટર વાળા વડાલા-સીએસટી મેટ્રો-11 કોરિડૉર અને 20.7 કિલો મીટર કલ્યાણ-તલોજા મેટ્રો-12 કોરિડૉરનો સમાવેશ થાય છે

જો કે 32 માળી મેટ્રો ભવન મુંબઈ અને તેની આસપાસ સૂચિત 14 મેટ્રો લાઇનો માટે એકીકૃત સંચાલન અને નિયંત્રણ કેન્દ્ર હશે, જે આરે કોલોનીમાં 20,387 ચોરસ મીટરના પ્લોટ પર બનાવવાનો પ્રસ્તાવ છે. મેટ્રો બિલ્ડિંગ 36 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે જ્યારે ત્રણ મેટ્રો લાઇનોનું કામ 2026 સુધીમાં પૂર્ણ થવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code