1. Home
  2. revoinews
  3. એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમનો લૂક આવ્યો સામે
એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમનો લૂક આવ્યો સામે

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમનો લૂક આવ્યો સામે

0
Social Share
  • અક્ષય કુમારના જન્મદિવસ પર ફેંસ માટે ભેટ
  • રેટ્રો અવતારમાં જોવા મળશે અક્ષય કુમાર
  • ફિલ્મના પ્રોડક્શન હાઉસે અક્ષયનો લૂક કર્યો જાહેર

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આજે તેનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ‘બેલબોટમ’ માટે સ્કોટલેન્ડમાં શૂટિંગ કરી રહ્યા છે. અક્ષયના જન્મદિવસ પર તેના ફેંસને એક ખાસ ભેટ આપવામાં આવી છે. જન્મદિવસ પર અક્ષયનો બેલબોટમથી લુક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે અક્ષયનો લૂક જાહેર કર્યો છે.

અક્ષયનો લુક શેર કરતી વખતે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યું કે, અક્ષય કુમારના જન્મદિવસ પર એક નવો લૂક. સ્પાઈ થ્રિલર ફિલ્મ બેલબોટમથી અક્ષયનો લૂક. ફિલ્મમાં અક્ષય રો એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને રણજિત એમ તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા અક્ષયની ફિલ્મના સેટની તસવીરો લીક થઈ હતી. તસવીરોમાં અક્ષય ડાર્ક બ્લુ બ્લેઝર સાથે બ્રાઉન પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. અને બીજી તસવીરમાં અક્ષય એક ટ્રકમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

અક્ષય કુમારે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું કે, લાઈટ્સ, કેમેરા, માસ્ક ઓન અને એક્શન. બેલ બોટમના શૂટિંગ દરમિયાન બધા નવા ધારાધોરણોનું પાલન કરી રહ્યા છે. આ કઠિન સમય છે, પરંતુ કામ કરવાનું છે. તમારા પ્રેમ અને લકની જરૂર છે.

ફિલ્મમાં અક્ષય કુમાર સાથે લારા દત્તા, વાણી કપૂર અને હુમા કુરેશી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય કુમાર બેલબોટમની ટીમ સાથે ઓગસ્ટની શરૂઆતમાં યુકે ગયો હતો.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code