1. Home
  2. revoinews
  3. આજથી હેલ્મેટ વગરની સવારી તમારા ખિસ્સા કરશે ખાલી, વસુલાશે મસમોટો દંડ
આજથી હેલ્મેટ વગરની સવારી તમારા ખિસ્સા કરશે ખાલી, વસુલાશે મસમોટો દંડ

આજથી હેલ્મેટ વગરની સવારી તમારા ખિસ્સા કરશે ખાલી, વસુલાશે મસમોટો દંડ

0
Social Share

–  કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું
 – રાજ્યમાં રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ
 – 20 તારીખ સુધી હેલ્મેટ ડ્રાઈવ રાખવાનો આદેશ

કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવે ગુજરાતમાં 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવના આદેશ છે. રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર અને ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતાં આજથી તારીખ 20 સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચ કક્ષાએથી આદેશ કરાયો છે.

હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત જો આજથી કોઇ વાહનચાલક હેલ્મેટ વગર જોવા મળશે તો તેની પાસેથી મસમોટો દંડ વસૂલાશે.

આ અંગે વધુ વાત કરતાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે આરટીઓ જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પૂરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ પરિવહન એપના કોઈપણ માધ્યમથી રજૂ કરી શકાશે, જેની પાસે દસ્તાવેજો હશે તેને કોઈ દંડ નહીં થાય.

ગુજરાતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે અન્ય દંડની વાત કરીએ તો લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.

નોંધનીય છે કે, 16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગૂ પડશે. જેમાં ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો પણ ચાલશે. લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ. જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ થશે. હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ થશે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code