હાજીપુર સેક્ટરમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર, પાડોશી દેશે લાશો લેવા સફેદ ઝંડો દેખાડયો

  • પાકિસ્તાનની નાપાક હરકત સામે આકરો જવાબ
  • હાજીપુરમા બે પાકિસ્તાની સૈનિકો કરાયા ઠાર
  • બંને સૈનિકોની લાશ લેવા પાકિસ્તાને સફેદ ઝંડો દેખાડયો

નવી દિલ્હી :ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનની હરકતને આકરો જવાબ આપ્યો છે. આ વખતે ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની સેનાએ પોતાના ઠાર કરવામાં આવેલા બંને સૈનિકોની લાશો લેવા માટે સફેદ ઝંડો દેખાડયો હતો અને તેને પોતાની સાથે લઈ ગયા હતા.

ભારતીય સેનાએ પણ સફેદ ઝંડાનું સમ્માન કરતા પાકિસ્તાની સૈનિકો પર ગોળીબાર કર્યો ન હતો અને તેને તેમના બંને ઠાર મરાયેલા સિપાહીઓની લાશો લઈ જવા દેવામાં આવી હતી.

આ ઘટના એલઓસી પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સામે આવતા જ તે ઘણો વાઈરલ પણ થયો છે.

RELATED ARTICLES

Most Popular