અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા કરાઈ ચુસ્ત-દુરસ્ત, લે.જનરલ રણબીરસિંહે યૂનિટોની લીધી મુલાકાત
પહેલી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થાના મોનિટરિંગ માટે સેનાની નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે અમરનાથ યાત્રાની સુરક્ષામાં તેનાત યૂનિટોની મુલાકાત લીધી હતી. લે.જનરલ રણબીરસિંહે બાલટાલ અને પહલગામમાં સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરી છે.
બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ બે દિવસની જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક કરશે. બેઠકમાં રાજ્યપાલ સત્યપાલ મલિક પણ હાજર રહેશે.
મહત્વપૂર્ણ છે કે અમરનાથ યાત્રા એક જુલાઈએ શરૂ થઈને 15 ઓગસ્ટ સુધી ચાલશે. તેના માટે સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
અનંતનાગ જિલ્લાના પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ ટ્રેક પર સુરક્ષાદળના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રીઓ મુખ્યત્વે આ બે માર્ગોનો જ ઉપયોગ કરે છે. તેના કારણે સુરક્ષા દળના હજારો જવાનોની તેનાતી આ માર્ગો પર કરવામાં આવી છે.