1. Home
  2. revoinews
  3. સીએમ કેજરીવાલનું “રોજગાર બજાર” વેબપોર્ટલ શરૂ, અનેક લોકોને મળશે રોજગારી
સીએમ કેજરીવાલનું “રોજગાર બજાર” વેબપોર્ટલ શરૂ, અનેક લોકોને મળશે રોજગારી

સીએમ કેજરીવાલનું “રોજગાર બજાર” વેબપોર્ટલ શરૂ, અનેક લોકોને મળશે રોજગારી

0
Social Share
  • સીએમ કેજરીવાલે શરુ કર્યું વેબ પોર્ટલ
  • સીએમ કેજરીવાલે રોજગાર બજાર વેબ પોર્ટલ શરુ કર્યું
  • અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે શરુ કરી વેબ પોર્ટલ
  • શેરી વિક્રેતાઓને કામ કરવાની મળી મંજૂરી

નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાવાયરસ સામેની લડાઇમાં દિલ્હીની જનતાને વર્ણવી હતી. તેમણે કહ્યું કે અમે ખુશ છીએ કે, કોરોના સંક્રમણને રોકવા માટે દિલ્હીમાં લોકડાઉન કર્યા વિના જ સફળતા મળી છે.

દિલ્હીની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વેબ પોર્ટલની પણ શરૂઆત કરી, જ્યાં નોકરી મેળવનારા અને જોબ સીકર્સ પોર્ટલના માધ્યમથી નોકરી કરી શકશે અને તેમની શ્રેષ્ઠતમ ક્ષમતા સુધી નોકરી મેળવી શકશે.

તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીમાં કોરોનાના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે 100 માંથી 88 લોકો સાજા થઈ રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જૂન મહિનામાં કોરોનાના કેસોમાં દિલ્હી દેશમાં બીજા નંબર પર હતું, હવે દિલ્હી દેશમાં દસમા ક્રમે છે.

દિલ્હી સરકાર ઓનલાઇન જોબ પોર્ટલ રોજગાર બજાર શરૂઆત કરવા જઈ રહી છે. હવે નોકરી આપનારા અને નોકરી શોધી રહેલા લોકો jobs.delhi.gov.in દ્વારા નોકરી મેળવી શકશે. સીએમ કેજરીવાલે દિલ્હીના અર્થતંત્રને સારી બનાવવા માટે દરેકનો સહકાર માંગ્યો છે.

દિલ્હી સરકારે હવે દિલ્હીમાં શેરી વિક્રેતાઓને કામ કરવાની છૂટ આપી છે. રોજગાર બજારમાં તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, આ સુવિધા દિલ્હી સરકાર દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ માટે જો કોઈ તમારી પાસેથી પૈસા માંગે છે , તો તેને પૈસા આપવાની જરૂર નથી.

સીએમ કેજરીવાલે દિલ્હીના તમામ 2 કરોડ લોકોને અપીલ કરી છે કે તમે તમારી મહેનત, બુદ્ધિ અને સાવધાનીથી દિલ્હીમાં કોરોના પર કાબુ મેળવ્યો. આજે તમારા ‘દિલ્હી મોડેલ’ ની બધે ચર્ચા થઇ રહી છે. હવે આપણે દિલ્હીની અર્થવ્યવસ્થાને પણ ઠીક કરવાની છે. ચાલો આપણે બધા મળીને દિલ્હીની અર્થવ્યવસ્થાને પાટા પર લાવીએ.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code