SCAM 1992 બાદ હવે પ્રતિક ગાંધી આ ફિલ્મમાં જોવા મળશે, જેકી શ્રોફ સાથે શૂટિંગ શરૂ થયું

– પ્રતિક ગાંધી ‘અતિથી ભૂતો ભવા’ ફિલ્મમાં જોવા મળશે
– આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશે
– મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું

મુંબઇ: SCAM 1992 ફેમ એક્ટર પ્રતિક ગાંધી હવે ટૂંક સમયમાં બીજી એક ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મમાં તેની સાથે જેકી શ્રોફ પણ જોવા મળશે. ખરેખર, આ ફિલ્મમાં ત્રણ પેઢીના ગુજરાતી કલાકારો જોવા મળવાના છે. ફિલ્મનું નામ ‘અતિથી ભૂતો ભવા’ છે. આ એક કોમેડી ફિલ્મ છે.

VFX સુપરવાઇઝરથી ડાયરેકટર બનેલા હાર્દિક ગજ્જર આ ફિલ્મને ડાયરેકટ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ જેકી શ્રોફના પિતા ગુજરાતી હતા. તો,શર્મિન સેગલ પણ અડધી ગુજરાતી છે. ખરેખર તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ભત્રીજી છે, અને આ ફિલ્મમાં તે જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય કલાકારોએ મથુરામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

સ્પોટબોયના અહેવાલ મુજબ, પ્રતિકે કહ્યું કે, આ ફિલ્મ રોમેન્ટિક-કોમેડી છે. હાલ હું આ ફિલ્મ વિશે આટલું જ કહી શકું છું. ખરેખર સ્કેમ 1992 ફિલ્મથી પ્રતિક ગાંધી ખૂબ પ્રખ્યાત થયા છે. લોકોને તેનું કામ ખૂબ ગમ્યું છે. એવામાં ચાહકો હવે આતુરતાથી તેમના અન્ય પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે.

(દેવાંશી)

RELATED ARTICLES

Most Popular