1. Home
  2. revoinews
  3. કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?
કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?

કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?

0
  • ભાજપે કલમ-370ને જમ્મુ-કાશ્મીરમાં અસરહીન કર્યા બાદ શરૂ કર્યું સંપર્ક અભિયાન
  • ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જે. પી. નડ્ડા મળ્યા પૂર્વ રાજ્યપાલ જગમોહનને
  • જમ્મુ-કાશ્મીરમાં બે વખત રાજ્યપાલ તરીકે રહી કામગીરી કરી ચુક્યા છે જગમોહન

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા મંગળવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાને મળવા નવી દિલ્હી ખાતેના ચાણક્યપુરી ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાત ભાજપના એ સંપર્ક અભિયાનનો હિસ્સો છે, જેમા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કર્યા બાદ પાર્ટીએ શરૂ કર્યું છે. અમિત શાહે સંપર્ક અભિયાનની શરૂઆત જગમોહન સાથે મુલાકાત કરીને કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયના કારણોથી ભાજપ પ્રબુદ્ધ વર્ગને અવગત કરવા માગે છે. તેના માટે ભાજપે રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સિવાય રાજ્યોમાં મુખ્યપ્રધાન અને પ્રધાન પણ તમામ હસ્તીઓની મુલાકાત કરીને તેમને નિર્ણયના નિહિતાર્થ સમજાવીને મામલા પર સમર્થન માંગશે. ભાજપનું આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આખો સપ્ટેમ્બર મહિનો ચાલશે.

ભાજપનું સંપર્ક અભિયાન ભૂતપૂર્વ રાજ્યપાલ જગમોહનની મુલાકાત સાથે શા માટે શરૂ કરવામાં આવ્યું? હકીકતમાં આની પાછળ જમ્મુ-કાશ્મીર કનેક્શન છે. જમ્મુ-કાશ્મીરમાં લગભગ છ વર્ષો સુધી રાજ્યપાલ રહેવા દરમિયાન જગમોહન ત્યાં નસ-નસથી વાકેફ હોવાનું માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે કાશ્મીરને વિશેષાધિકારો આપનારી કલમ-370ને હટાવવાની માગણી કરનારા મુખ્ય લોકોમાં તેઓ સામેલ રહ્યા છે. ક્યારેક કડક બ્યૂરોક્રેટ તરીકે રાજધાની નવી દિલ્હીમાં ઓળખ ધરાવનારા જગમોહન મલ્હોત્રા બાદમાં રાજકારણમાં આવ્યા હતા. તેઓ ગોવા, દિલ્હીના ઉપરાજ્યપાલ રહી ચુક્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના તેઓ બે વખત રાજ્યપાલ અને બાદમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા.

જગમોહનને રાજ્યપાલ બનાવીને એવા સમયે કાશ્મીર ખીણમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે આતંકવાદે અહીં માથું ઉંચક્યું હતું. ભાગલાવાદી નેતા જનતાને ભડકાવીને આતંકના માર્ગે ધકેલકતા હતા. કાશ્મીર ખીણને ભારતથી અલગ કરવાની સાજિશો જોરશોરથી ચાલી રહી હતી. જગમોહનને પહેલી વખત કોંગ્રેસ સરકારે 1984માં રાજ્યપાલ બનાવીને મોકલ્યા હતા. પહેલા કાર્યકાળમાં તેઓ જૂન-1989 સુધી રાજ્યપાલ રહ્યા હતા.

વી. પી. સિહંની સરકારે તેમને બીજી વખત જાન્યુઆરી-1990માં રાજ્યપાલ તરીકે જમ્મુ-કાશ્મીર મોકલ્યા હતા. તેઓ આ પદ પર મે-1990 સુધી રહ્યા હતા. રાજ્યપાલ તરીકે જગમોહને કાશ્મીર ખીણમાં ઘણાં આકરા નિર્ણયો કર્યા હતા. આતંકવાદીઓ સામેના ઓપરેશનની પણ રણનીતિ બનાવી હતી. કાશ્મીરી પંડિતો પર અત્યાચાર રોકવાની પણ તેમણે કોશિશો કરી હતી. જો કે સ્થાનિક નેતાઓનો તેમને ખાસો વિરોધ સહન કરવો પડયો હતો.

2004માં અરુણ શૌરીએ કહ્યુ હતુ કે આ જગમોહન જ છે, જેમણે ભારત માટે ઘાટીને બચાવી. તેમણે ધીરેધીરે રાજ્યના અધિકારને ફરીથી સ્થાપિત કર્યા અને આતંકવાદીઓને ભગાડયા.

જગમોહન મલ્હોત્રા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, ભાગલાવાદ, અનુચ્છેદ-370થી પેદા થયેલી મુશ્કેલીઓ અને રાજકીય સાજિશો જેવા મામલાને લઈને એક ચર્ચિત પુસ્તક – દહકતે અંગારે- લખી ચુક્યા છે. કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ બગડવાને લઈને 1994ની ઘટનાઓનો તેમણે પોતાના પુસ્તકમાં હવાલો આપ્યો છે.

તેમણે પુસ્તકમાં લખ્યું છે કે આજે જે કાશ્મીર છે, તે પોતાના અતિહાસની બે હજાર વર્ષોની લાંબી યાત્રા દરમિયાન ઘટિત થનારી તમામ ઘટનાઓ, વિશ્વાસઘાત અને ષડયંત્રોના કાટમાળ અને દુખાંત નાટકોનું પ્રતિફળ છે. ઈતિહાસ દ્વારા તેને મારવામાં આવેલા અનેક ઘા હજીપણ તાજા બનેલા છે. 1947ના મધ્યમાં પોતાના ઈતિહાસનો સૌથી નિર્ણાયક વળાંક પર તેને એક એવા ચિકિત્સકની જરૂરત હતી, જે તેના જૂના ઘાને ભરી શકે અને ઘા પર મલમ લગાવી શકે. દુર્ભાગ્યવશ આમ થયું નથી.

જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર કેન્દ્ર સરકારના લચડ વલણ પર રાજ્યપાલ તરીકે જગમોહને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને આકરો પત્ર લખ્યો હતો. તેમણે 8 એપ્રિલ-1989ના રોજ રાજીવ ગાંધીને કાશ્મીર મામલે લખેલા પત્રમાં કહ્યુ હતુ કે આજે કોઈ પગલું ઉઠાવવું સમય પર કરવામાં આવેલું કામ હોઈ શકે છે, કાલે ઘણી વાર થઈ જશે. કાલને પરમદિવસમાં ફેરવી દેવામાં આવ્યો અને પરમદિવસને ફરીથી આગામી દિવસે ટાળી દેવામાં આવ્યો અને ફરીથી આગામી દિવસ પર.

દિલ્હીમાં સત્તા વર્તુળોમાં પણ જગમોહનના કડક મિજાજની છબી પસંદ કરવામાં આવતી હતી. જ્યારે ઈન્દિરા ગાંધીએ 1975માં ઈમરજન્સી લગાવી તો તે સમયે દિલ્હી વિકાસ ઓથોરિટીમાં જગમોહન ચેરમેન હતા. ત્યારે સંજય ગાંધીએ એક દિવસ બોલાવીને તેમને કહ્યુ કે મારે જૂની દિલ્હી એકદમ સાફ-સુથરી જોઈએ. બસ પછી શું હતું કે જગમોહને ગેરકાયદેસર અતિક્રમણો વિરુદ્ધ એવી મુહિમ ચલાવી કે તેમના કાફલાના પસાર થતી વખતે લોકો છુપાઈ જતા હતા. પત્રકાર તવલીન સિંહે પુસ્તકમાં જગમોહનના ડીડીએ ચેરમેન તરીકેના કાર્યકાળમાં જૂની દિલ્હીની જાણીતી રેસ્ટોરન્ટ ફ્લોરાને ધ્વસ્ત કરવાની ઘટનાનું વર્ણન કર્યું છે. આ રેસ્ટોરન્ટ તમામ મુખ્ય લોકોનો અડ્ડો ગણાતી હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code