1. Home
  2. revoinews
  3. બાળકોને ચોમાસામાં આ ખાદ્ય ચીજોથી રાખો દૂર, નહીં તો તમારે ભોગવી પડશે મુશ્કેલી….
બાળકોને ચોમાસામાં આ ખાદ્ય ચીજોથી રાખો દૂર, નહીં તો તમારે ભોગવી પડશે મુશ્કેલી….

બાળકોને ચોમાસામાં આ ખાદ્ય ચીજોથી રાખો દૂર, નહીં તો તમારે ભોગવી પડશે મુશ્કેલી….

0
  • ચોમાસામાં બાળકોની આ રીતે રાખો સંભાળ
  • બાળકોને વરસાદમાં ન ખવડાવશો આ ખોરાક
  • ખાણી-પીણીમાં રાખો આ રીતે સંભાળ

હાલ ચોમસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વરસાદમાં અનેક રોગો અને સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે. એમાં પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.આ વચ્ચે બાળકોની સલામતીની સાથે તેમના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને બાળકોના ખાવા પીવા પર નજર રાખવી જરૂરી છે. વરસાદની ઋતુમાં આ ફૂડ આઈટમ્સ જે બાળકો માટે છે જોખમી……

લીલા શાકભાજી

ચોમાસામાં લીલા શાકભાજીમાં બેક્ટેરિયા અને જંતુઓ હોય છે. જેને ખાવાથી પેટમાં દુખાવો અને અન્ય ફરિયાદોનું કારણ બની શકે છે. પાંદડાવાળા શાકભાજીને બદલે તમે ઘઉં, ઓટ, ચોખા વગેરે તમારા બાળકને ખવડાવી શકો છો.

ચાઇનીઝ ફૂડ

વરસાદની ઋતુમાં બાળકોને ચાઇનીઝ ખોરાકથી દૂર રાખો. જે બાળકોને નુકસાન પહોંચાડે છે. અને બહારના ખોરાકને પણ ટાળો..

ચાટ

વરસાદની ઋતુમાં ચાટ અને પકોડા ખાવાનું મન થતું હોય છે પણ એ ખૂબ જ નુકસાનકારક છે. બાળકો આ ઋતુમાં આવા ખોરાકને પચાવી શકતા નથી. ચાટથી બાળક કમળો, કોલેરા અને ઝાડા જેવા પાણીજન્ય રોગોનો ભોગ બની શકે છે.

દહીં

દહીં ખાવાથી શરીરમાં ઠંડક મળે છે, જે કફ, શરદી અને ગળામાં દુખાવો જેવા સંક્રમણોને બોલાવી શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો, અન્ય રોગોનું જોખમ વધી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.