1. Home
  2. revoinews
  3. હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે
હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે

હવે સામાન સાચવણીની ઝંઝટ નહીં રહે, રેલવે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા શરૂ કરશે

0
Social Share
  • ભારતીય રેલવે હવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ સુવિધા કરશે શરૂ
  • રેલવે દ્વારા યાત્રિકોના ઘરેથી સામાન પિક કરાશે અને સ્ટેશને પહોંચાડાશે
  • રેલવેની આ સેવાથી તમે સામાનની સાચવણીથી ચિંતામુક્ત બનશો

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રિકોને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્વ છે ત્યારે હવે ભારતીય રેલવે યાત્રિકો માટે બેગ્સ ઑન વ્હીલ્સ નામની સુવિધા શરૂ કરવા જઇ રહી છે.

આ વ્યવસ્થા હેઠળ ટ્રેનોમાં મુસાફરી કરનારા યાત્રિકોએ પોતાનો સામાન ઉંચકવાની અને સાચવવાની જહેમત નહીં ઉઠાવવી પડે. તમે તમારા સામાનની સાચવણીથી ચિંતામુક્ત રહેશો. રેલવે દ્વારા આ યોજના હેઠળ યાત્રિકોના સામાન તેમના ઘરેથી પિક અપ કરાશે તેમજ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે.

યાત્રિકોને ભારતીય રેલવેની એક એપના માધ્યમથી આ સુવિધા સવલત પ્રાપ્ત થશે. યાત્રિકોને તેના ઘરેથી સ્ટેશન અને સ્ટેશનથી ઘર સુધી સામાન લાવવા-લઇ જવાની સુવિધા આપવામાં આવશે. ગ્રાહકોએ આ સેવાનો લાભ ઉઠાવવા માટે એપનો ઉપયોગ કરવો પડશે. રેલવેને આશા છે કે આ સુવિધાના કારણે રેલવની આવકમાં વૃદ્વિ જોવા મળશે.

યાત્રિકોએ એપ પર આ સેવા માટે બૂકિંગ કરતી વખતે કેટલીક જાણકારી આપવી પડશે અને ત્યારબાદ આ સેવા મળશે. એક પ્રકારે જોઇએ તો આ એક ડોર ટુ ડોર સર્વિસ છે. રેલવેની આ સેવાથી ખાસ કરીને મુસાફરી કરતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ખૂબજ ફાયદો થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code