1. Home
  2. revoinews
  3. બિહાર રેલી સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કરી અપીલ- તહેવારોમાં જે પણ ચીજ-વસ્તુ ખરીદો લોકલ ખરીદો
બિહાર રેલી સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કરી અપીલ- તહેવારોમાં જે પણ ચીજ-વસ્તુ ખરીદો લોકલ ખરીદો

બિહાર રેલી સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કરી અપીલ- તહેવારોમાં જે પણ ચીજ-વસ્તુ ખરીદો લોકલ ખરીદો

0
Social Share
  • પીએમ મોદીની અપીલ
  • લોકલ ચીજ વસ્તુની ખરીદી કરો
  • આત્મ નિર્ભર ભારત- સ્થાનિક વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવું

દેશના વડાપ્રધાન પીએમ મોદીએ શુક્રવારના રોજ બિહારમાં ત્રણ સભા સંબોધિત કરી હતી, જેમાં આજના દિવસની છેલ્લી રેલી ભાગલપુરની હતી જેમાં તેમણે દેશની જનતાને અપીલ કરી હતી કે, તહેવારોના દિવસોમાં લોકલ વસ્તુની જ ખરીદી કરો, જે પણ કઈ ચીજ વસ્તુ ખરીદો લોકલ ખરીદો.

પીએમ મોદીએ કહ્યું કે, તહેવારોના આ માહોલમાં તમે લોકો જે પણ કઈ સામાન ખરીદો તે સ્થાનિક પાસે જ ખરીદો . ભાગલપુર રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક લોકો માટે સ્વનિર્ભર બિહાર અને વોકલના નારાને પણ પુનરાવર્તિત કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે. તહેવારોના સમયમાં ફ્ક્ત લોકલ વસ્તુઓની જ ખરીદી કરવી જોઈએ. ભાગલપુરની સિલ્કી સાડીઓ, મંજુસા પેઇન્ટિંગ્સ અને અન્ય ઉત્પાદનોનો પણ તેમણે તેમની વાતમાં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમનું સમર્થન કરે. વડા પ્રધાને કહ્યું, માટીના વાસણો, દીવા અને રમકડાઓ જરુરથી ખરીદો. જો આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું, તો બિહાર આત્મનિર્ભર ચોક્કસ બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પહેલા પણ તેમના ઘણા કાર્યક્રમોમાં બિહારની ઘણી બાબતોનો ઉલ્લેખ કરી ચૂક્યા હતા. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ મધુબાનીની પેઇન્ટિંગ અને તેમની ડિઝાઇનથી બનાવેલા માસ્કની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, સાથે સાથે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે  પીએમ મોદી તરફથી ‘વોકલ ફોર લોકલ’ નો મંત્ર પણ આપ્યો હતો

સામાન્ય રીતે તહેવારની મોસમમાં ઘણીવાર ચીની ઉત્પાદનોની માંગ વધતી જાય છે, પરંતુ સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે ચાઇનીઝ ઉત્પાદનોનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, તેથી હવે પીએમ મોદીની આ અપીલ સ્થાનિક ઉદ્યોગ માટે પ્રોત્સાહનરુપ સાબિત થઈ શકે છે

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code