1. Home
  2. revoinews
  3. રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન
રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન

0
Social Share
  • રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી
  • આ પોલિસી અન્વયે વિદેશી અતિથિઓને સ્વચ્છ, સલામત અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવાશે
  • રૂપાણી સરકારના આ પગલાંથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની નવી તકોનું થશે સર્જન
  • રાજ્યના ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે

ગુજરાતમાં હોમ-સ્ટે પોલિસી વર્ષ 2014 થી 2019 સુધી બનાવવામાં આવી હતી. આ પોલિસીમાં સુધારા-વધારા લાંબા સમયથી પેન્ડિંગ હતા. આ સંદર્ભે મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રાલય વચ્ચે ત્રણેક જેટલી બેઠકો કરવામાં આવી હતી. જેમાં આ વખતે હોમ-સ્ટે પોલિસીમાં ગ્રામીણ ધરોહરને પણ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આગામી દિવસોમાં ગુજરાતના ગ્રામીણ જીવન સંસ્કૃતિના ઇતિહાસ અને ધરોહરને માણવા આવતા વિદેશી મહેમાનોને સ્વચ્છ, સલામત, અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવવાના હેતુસર હોમ-સ્ટે પોલિસીમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2014-19 હોમ સ્ટે પોલિસી છે જેમાં વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. રૂપાણી સરકારના આ સુધારાત્મક પગલાંઓના પરિણામ સ્વરૂપ ગ્રામીણ ક્ષેત્રે વધુ રોજગારીની તકોનું સર્જન થશે તેમજ ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે.

હોમ સ્ટેની જૂની પોલિસીમાં કરાયેલો સુધારો

  • ૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાના આવાસ આપી શકશે
  • આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ મળશે
  • ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે
  • ગુજરાતભરમાં ૧૦૦ જેટલા હોમ સ્ટે કાર્યરત છે તેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે
  • ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે

વિદેશી પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિથી કરાવાશે પરિચિત

રૂપાણી સરકારની આ મહત્વપૂર્ણ હોમ સ્ટે પોલિસી દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાનની વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી પરિચિત કરાવશે. ગુજરાતનું ગ્રામીણ જીવન, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસની સગવડ આ હોમ સ્ટે પોલિસી અન્વયે મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code