બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના અચાનક થયેલા માતથી તેના ચાહકો શોકમાં ડૂબ્યા હતા તેમના નિધનના દોઢ વર્ષ બાદ કેરળના જેલ ડીજીપી ઋષિરાજ સિંહે દાવો કર્યો છે કે શ્રીદેવીનું નિધન આકસ્મિક ઘટના નહોતી પરંતુ તે એક મર્ડર હતું . આ દાવો ફોરેન્સિક એક્સપર્ટ તથા નિકટના મિત્ર ડો. ઉમાદથન તરફથી કર્યો છે.
બુધવારે 73 વર્ષીય ઉમાદથનનું મોત થયું હતું. તેઓ કેરળમાં મર્ડર મિસ્ટ્રીના કેસ ઉકેલવા માટે જાણીતા હતાં. મિત્રના નિધન પર ડીજીપીએ કહ્યું કે તેમણે ઉમાદથન સાથે શ્રીદેવીના નિધન પર ચર્ચા કરી હતી. ઋષિરાજ સિંહે કહ્યું હતું, ‘મારી જીજ્ઞાસાપૂર્વક ઉમાદથન સાથે શ્રીદેવીના કેસ અંગે વાત થઈ હતી . તેમણે જે જવાબ આપ્યો હતો તે જાણીને હું હેરાન રહી ગયો હતો. તેઓ એ કહ્યું હતું કે આ કેસની નાનામાં નાની વિગત ધ્યાનમાં રાખી છે. રિસર્સ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો હતો કે શ્રીદેવીનું નિધન કોઈ આકસ્મિક ઘટના નહોતી પરંતુ હત્યા હતી. તેમને એવા ઘણાં પુરાવા મળ્યાં છે જેનાથી સાબિત થઈ શકે છે કે શ્રીદેવીનું મર્ડર થયું છે.
IPSના અધિકારીના દાવાના અલગ લગ પોઈન્ટ
-કોઈ પણ વ્યક્તિ એક ન્હાવાના નાના અમસ્થા ટબમાં કઈ રીતે ડુબી શકે.બની શકે કે તેને બન્ને પગ અને હાથ પકડીને ડૂબોડી રાખવામાં આવી હોય અને જ્યા સુધી તેનો શ્વાસ બંધ ના થયો હોય ત્યા સુધી તેને બહાર ન કાઢી હોય.
-24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું મોત થયું હતુ જ્યારે રિપોર્ટમાં નશાના કારણે મોત થયુ છે એમ જણાવામાં આવ્યું છે જ્યારે પોલીસને કોઈજ પુરાવા ન મળતા તેમણે એક્સિડેંટનું નામ આપ્યુ હતું
-ડો ઉમાદથનની વાત મુજબ તેમણે અનેક આવા કેસના ઉકેલ મળવ્યા છે તો તે ડોક્ટર કી રિતે ખઓટો હી શકે જો એણે શંકા વ્યક્ત કરી જ છે તો તેમાં તથ્ય હોઈજ શકે. તેમણે કેરળના અલગ-અલગ શહેરો જેવા કે થિરૂવનંતપુરમ, અલ્પાપુઝા, કોટ્ટયમ, ત્રિશૂરની મેડિકલ કોલેજમાં ફોરેન્સિક મેડિસિન પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. લીબિયા સરકારે તેમને મેડિકો-લીગલ કન્સલટન્ટ તરીકે પણ પસંદ કર્યાં હતાં. કેરળ પોલીસના અનેક મર્ડર કેસમાં તેમણે મદદ કરી હતી.
-ઋષિરાજ સિંહના દાવા બાદ વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં બોની કપૂરે કહ્યું હતું, તે આવી પાયાવિહોણી વાતો પર કોઈ પ્રતિક્રિયા આપવા માંગતા નથી. તેઓએ વધુમાં કહ્યું કે આવી બાબતો આવતી રહેશે અને તેના પર કોઈ જાતની વાત કરવાની જરૂર નથી. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આવી વાતો કોઈની કલ્પના જ હોય શકે. ત્યારે હવે જોવું રહ્યુ કે શું ડો. ઉમાદથનની વાતની અસર કેસ પર કેટલા પ્રમાણમાં થશે.